Gujarat

હેલ્થ વીમા આપતી વીમા કંપની ઓના વધેલા પ્રીમિયમ થી ગ્રાહકો પરેશાન.

મકસુદ કારીગર,કઠલાલ
હેલ્થ વીમા કંપનીના અધિકારીઓ તેમજ એજન્ટો ને ડબલ કરવામાં આવેલ પ્રીમિયમ બાબતે પૂછતા જવાબ અયોગ્ય આપી રહેલ છે
પ્રાપ્ત થતી માહિતી અનુસાર મેડીક્લેમ માટે એજન્ટો તેમાં અધિકારીઓ મેડીક્લેમ આપવાના હોય ત્યારે ગ્રાહકને અવનવી બાબતો સમજાવી પોતાના તગડા કમિશન માટે ગ્રાહકને ભવિષ્યમાં થનારી બીમારીના રક્ષણ માટે ડર બતાવી વીમો ઉતારાવે છે સમય જતા આ પ્રીમિયમ ૧૦ થી ૧૫ ટકા વધે છે પરંતુ જ્યારે તે જ પ્રીમિયમ ડબલ થઈ જાય ત્યારે ગ્રાહક એજન્ટ ને પૂછવા જાય પરંતુ એજન્ટ દ્વારા અને અધિકારીઓ દ્વારા ઉદ્ધત અને ખોટા જવાબો મળે છે આ બાબતનો આખો ટોપલો સરકાર પણ નાખી અમે કઈ જ ન કરી શકીએ તેમ કહે છે. અમે આ ડબલ પ્રીમિયમ સરકારને પૂછીને જ કર્યું છે એમ સરકાર દ્વારા અમને છૂટ આપવામાં આવી છે તેવું ગ્રાહકોને સમજાવવામાં આવી રહ્યું છે
કઠલાલ ના ઘણા ગ્રાહકો સાથે આ બીના બની છે જેમાં કેટલાક ગ્રાહકોએ વીમા બંધ કરાવી દીધા છે કારણ કે ત્રણ લાખના વિમાનનું પ્રીમિયમ 59000 રૂપિયા વાર્ષિક આવે તો મધ્યમ વર્ગનો આ વ્યક્તિ જાય ક્યાં???
આવી જ વિના કઠલાલના રિટાયર્ડ પ્રિન્સિપાલ અને હાલ પેન્શન ઉપર જીવન ગુજારતા એક વ્યક્તિ સાથે બની છે જેઓ એ ત્રણ લાખ નો વીમો ,એક વીમા કંપની પાસેથી લીધો આ મેડીક્લેમ તેઓ 11 વર્ષથી ભરે છે પરંતુ ચાલુ વર્ષે ડબલ પ્રીમિયમ આવતા તેઓની તબિયત લથડી ગયેલ છે તેઓના જણાવ્યા અનુસાર પ્રીમિયમ લીધું તે સમયે 15000 રૂપિયા પ્રીમિયમ હતું. સમય અંતરે પ્રીમિયમમાં વધારો થતા 30000 સુધી પ્રીમિયમ પહોંચ્યું. આજ દિન સુધી કોઈ પણ જાતનો લાભ તેઓને કંપની તરફથી મળેલ નથી આમ બોનસ આપવાના બદલે કંપની ચાલુ વર્ષે 30,000 ને બદલે 58000 રૂપિયા જેટલું પ્રીમિયમ કાઢેલ છેઃ જે ભરવા તેઓ અસમર્થ છે આમ જો તમે આ પ્રીમિયમ નહિ ભરો તો તમારી પોલિસી બંધ કરી દેવામાં આવશે આવી ધમકી વીમા કંપની દ્વારા આપવામાં આવે છે અને અધિકારીઓ દ્વારા અને એજન્ટો દ્વારા જવાબ આપવામાં આવે છે પ્રિન્સિપાલના જણાવ્યા અનુસાર મા કાર્ડનો લાભ તેવો લઇ શકે તેમ નથી જેથી આવી બે ભાગુ સંસ્થાઓ અને કંપનીઓ આવા મધ્યમ વર્ગના વ્યક્તિનું સરકારનું નામ આગળ રાખી શોષણ કરી રહી છે આવા કિસ્સા કઠલાલ ની અંદર અનેક બનવા પામ્યા છે આવા લોકોએ પોતાની તંદુરસ્તીનો ખ્યાલ રાખ્યા સિવાય જ  પ્રીમિયમો બંધ કરી દેવાનું જણાવી દીધેલ છે આમ આકસ્મિક ડબલ કરી નાખેલ પ્રીમિયમ ઉપર સરકાર તરફથી વીમા કંપનીઓ ઉપર લગામ લગાવવામાં આવશે કે પછી ,,”અચ્છે દિન આયેંગે” ની રાહ જોવી પડશે???
આ બાબતે ખેડૂત મિત્રો તેમજ સરકારી તેમજ અર્ધ સરકારી નોકરી નોકરીમાં થી રીટાયર થયેલ લોકો ની પરિસ્થિતિ શું થશે તેઓ પોતાની તબિયત લથડ છે અને દવાખાને જશે તો દવાખાના નું આવું મોટું બીલ ક્યાંથી ભરી શકશે આમ અનેક ચિંતાઓ વચ્ચે અને નિરાશાઓ વચ્ચે આ લોકો જીવી રહેલ છે આ લોકોની વ્યથા સરકાર સાંભળશે કે કેમ તે જોવું રહ્યું???

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *