Gujarat

કચ્છની મીઠી ખારેકની ખેતી અમરેલી જીલ્લાના ખારાપાટ વિસ્તારમાં કરી લાખોની કમાણી કરતા જીરાના ખેડૂત. કચ્છની ખારેક હવે કાઠિયાવાડમાં જીરાના ખેડૂતે ૧૦૦ ટકા ઓર્ગેનિક ખેતી કરી મબલખ  પાક મેળવ્યો.

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
અમરેલી જીલ્લાના સાવરકુંડલા તાલુકાના જીરા ગામના સિનિયર સીટીઝન ખેડૂત ઘનશ્યામભાઈ ચોડવડીયાની ખેતીની જમીન જીરા ગામ કે જે ખારોપાટ વિસ્તારમાં આવે છે અહીંના ખેડૂતો વર્ષમાં માત્ર એકજ વાર વરસાદના આધાર પર ખેતી કરી શકે છે તથા તળમાં એટલે કે કુવા કે દારમાં પણ અત્યંત ખારાશ વાળું ખારૂ પાણી આવેછે જેના હિસાબે ખેતીના પાકો લઈ શકાય નહીં ત્યારે આવિસ્તારનાં ખેડૂતો મોટા ભાગે વર્ષમાં માત્ર એકવાર કપાસની ખેતી કરે છે અને કપાસમાં પણ વધારે વરસાદ, ઓછો વરસાદ, કપાસના છોડમાં રોગ લાગવો વગેરે બાબતોથી નુકસાન જવા પામેછે જેના હિસાબે ખેતી કરવી ખૂબજ મુશ્કેલ બનીછે ત્યારે મૂળ સાવરકુંડલા તાલુકાના જીરા ગામના વતની અને સુરત પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરતા ઘનશ્યામભાઈએ સુરતથી દેહમાં વતનમાં આવ્યા બાદ ખેતીનો કરવાનો વિચાર આવ્યો અને આણંદ કૃષિ યુનિવર્સિટીના ટિબડીયા સાહેબની સલાહ લઈ કચ્છની બર્ગરી અને ઈઝરાયેલ ખારેકના રોપા લઈ પોતાની અઢી વિધા ખેતીમાં વાવી બાગાયત ખેતીની ૧૦૦% સંપૂર્ણ ઓર્ગેનિક ખેતી શરૂ કરવામાં આવી.
   કચ્છમાંથી ખારેકના રોપા લઈ પોતાના ગામ સાવરકુંડલા તાલુકાના જીરા ગામે તેમની જમીનમાં વાવમાં આવ્યા જેના એક રોપાની કિંમત ૩૨૦૦ રૂપિયાછે અને તેમાં રાજ્ય સરકાર બાગાયત વિભાગ દ્વારા ૧૨૦૦ રૂપિયાની સબસીડી આપવામાં આવેછે ખારેકના રોપા વાવ્યા પછી તેમને ત્રણ વર્ષ પૂર્ણ થયા બાદ ચોથા વર્ષથી જ ખારેકની લુમોને લુમોનો મખમલ પાક આવવા લાગે છે જેમાં એક રોપામાં શરૂઆતમાં પહેલા જ વર્ષે જીરા ગામના ખેડૂતે ૧૨૦થી ૧૫૦  કિલો જેટલી ખારેકનું ઉત્પાદન મેળવ્યું છે જેનો ખાવ એક કિલોએ ૧૦૦ રૂપિયા આવી રહ્યોંછે ખારેકના રોપાને માત્ર વર્ષમાં એકવાર દેશી ખાતર આપવામાં આવેછે
          જ્યારે કચ્છની ખારેકના પાકને પાણી પણ ખૂબજ ઓછું પાણી આપવામાં આવેછે તેથી ઓછા પાણીમાં પણ ખેડૂતો સહેલાઈથી તેમની ખેતી કરી શકે છે તથા ચોમાસા દરમિયાન ચાર માસ પાણી પાવાની જરૂર પડતી નથી અને શિયાળા તથા ઉનાળામાં ચાર દિવસે એકવાર પાણી આપવામાં આવેછે જેમાં ખેડૂતો ખારાપાટ વિસ્તારમાં ખારું પાણી તથા અન્ય જમીનોમાં મીઠું અથવા તેના  વિસ્તાર પ્રમાણે કોઈપણ પ્રકારનું પાણી આપી શકાય અને ખેતી કરી શકાયછે
         સાવરકુંડલા તાલુકાના જીરા ગામના ખેડૂત ઘનશ્યામભાઈ ચોડવડીયા પાસે કુલ ચાલીસ વિધા જમીન છે જેમાંથી તેમણે શરૂઆતમાં અઢી વિધા જમીનમાં ખારેકની સફળ ખેતી કરી સારી એવી લાખો રૂપિયાની આવક મેળવી હવે અન્ય પડેલી જમીનોમાં પણ તેમના દ્વારા ખારેકની ખેતીમાં વધારો કરી કચ્છની ખારેકના રોપા લાવી વાવેતર કરવામાં આવશે તેમજ તેમના દ્વારા ખારેકની બાગાયત ખેતી કરી રાજ્ય સરકાર દ્વારા બાગાયત વિભાગની સહાયો દ્વારા મીની ટેકટર, દવાના છંટકાવ માટેના મોટા સ્પ્રે, પાક સંરક્ષણ સંગ્રહ માટે આરસીસી સ્લેબવાળું પાક્કું ગોડાઉન, દવાઓ અને વગેરે ઘણીબધી ખેડૂતો અને બાગાયત ખેતીમાં ઉપયોગી સાધનો અને સહાયો સહેલાઈથી મેળવી છે તથા મેળવી શકાય છે. એમ અમીતગીરી ગોસ્વામીની યાદીમાં જણાવાયું હતું.

IMG-20230821-WA0030.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *