આજરોજ ધનશ્યામ પ્લોટમાં આવેલ કામનાથ મંદીરે આવેલ સોમનાથ હોલમાં શ્રાવણ સુદ તેરસ મંગળવારના રોજ ખારવા સમાજની પરંપરા પ્રમાણે કામનાથનો ડાયરો રાખવામાં આવેલ આજના આ કામનાથના ડાયરામાં દર વર્ષે ની જેમ ગત વર્ષના સમાજના પટેલશ્રી કીરીટભાઈ ફોફંડી ધ્વારા આખા વર્ષના સમાજના કામકાજ અને હિસાબોનો અહેવાલ વિગતવાર રજુ કરવામાં આવેલ. ખારવા સમાજના પટેલશ્રી કીરીટભાઈ ફોફંડી ઘ્વારા સમાજીક, ધાર્મીક અન્ય કામકાજો અને વિશેષ શિક્ષણને લઈને સમાજની દીકરીઓને અને દીકરાઓને પગભર કરવા, કોમ્પ્યુટર કલાસ, બૈજીક કોર્ષ, ટેલી, સ્પોકન ઈંગ્લીશ કલાસ, નેટની પરીક્ષાના કલાસ જેવી શિક્ષણને લગતી તેમજ સમાજના દીકરા દીકરીઓ આગળ વધે તે માટેની કામગીરીઓ કરવામાં આવેલ તથા સમાજની બહેનોને પગભર કરવા શિવણ કલાસ, રંગોલી સ્પર્ધા સમાજના પાયાના મુખ્ય કામો જે કરેલ તે બાબતે આ કામનાથના ડાયરામાં ઉપસ્થિત તમામ લોકોએ પટેલશ્રી કીરીટભાઈ ફોફંડીની ખુબ પ્રશક્ષા કરી હતી. ત્યારબાદ નવા વર્ષ માટે નવી નિમણુંકની જાહેરાત કરવામાં આવેલ જેમાં પટેલ તરીકે દામજીભાઈ ધનજીભાઈ ફોફંડીની ર્વાનુમતે વરણી કરવામાં આવેલ. તેમજ સમાજના અધ્યક્ષ તરીકે ફરીથી લખમભાઈ ભેસલા તથા સમાજના ઉપપટેલ તરીકે ગોવીંદભાઈ વણીક તથા પદમભાઈ માલમડી તથા ગોવીંદભાઈ કુહાડા પસદગી કરવામાં આવેલ. આજના કામનાથ ડાયરામાં ઉપસ્થિત –– મહાનુભાવો જેમ કે, શ્રી લખમભાઈ ભેસલા અધ્યક્ષ ખારવા સમાજના તથા માજીપટેલ કીરીટભાઈ ફોફંડી, બોટ એસો. પ્રમુખ તુલસીભાઈ ગોહેલ, લોધી જ્ઞાતિ પટેલ મોહનભાઈ ભારાવાળા, નેશનલ પ્રેસીડન્ટ સી ફૂડ એકસપોર્ટ એસો. તથા એમપીડા ના વાયસ ચેરમેન શ્રી જગદીશભાઈ ફોફંડી, વેરાવળ નગરપાલીકાના પ્રમુખ પીયુષભાઈ ફોફંડી સી. કુંડ એકસપોર્ટ એસોસીએસન (ગુજરાન રીઝન્ટ) ના પ્રમુખ કેતનભાઈ સુવાણી, પુર્વ પ્રમુખ સી. ફૂડ એકસપોર્ટ એસો. (ગજરાન રીઝન્ટ) ના કિશનભાઈ ફોફંડી, તથા માલમડી બેઠક, ભાતલી બેઠક, ધાનખાઈ બેઠક, પાનખાઈ બેઠક, દાણા બેઠક, ભેસલા બેઠક, ઉપલા ગોધા બેઠક, ડેલા બેઠક, ખાંપડી બેઠક, દાબડીયા બેઠક, મુકાદમ બેઠક, મસાણી બેઠક, ભીખા હયાત બેઠક, ના તમામ પટેલ આગેવાનોશ્રીઓ તથા ખારવા સમાજના માજી પટેલ લખમભાઈ વણીક, તથા સમાજ બોટ એસોસીએશન લોધી સમાજ ના પંચ પટેલશ્રીઓ, તથા આગેવાનશ્રીઓ ઉપસ્થિત રહયા હતા.

વેરાવળ માં સાગર પુત્ર ફાઉન્ડેશન સમસ્ત ખારવા સમાજ ના પટેલ તરીકે દામજી ભાઈ ફોંફડી અદયક્ષ તરીકે લખમ ભાઈ વેદ સતત બીજા વર્ષે સર્વાનુમતે ચુંટાયા
અહેવાલ સોની યોગેશ પી સતીકુંવર વેરાવળ
