આપ ના ફ્રન્ટલ પ્રમુખ પ્રવીણ રામ એ કહ્યું કે આપ’ એજ્યુકેશન સેલ દ્વારા પાર્થ બીએડ કોલેજ (વેજલપુર), શારદા બીએડ. કોલેજ (પાનસર), એસ એન પટેલ બીએડ કોલેજ (શાહીબાગ સિવિલ)નું સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું.આ કોલેજોના હોદ્દેદારોએ જ કહ્યું કે “આપ એડમિશન લઈ લો, ત્યારબાદ આપને કોલેજ આવવાની જરૂર નથી અને આપને ડિગ્રી મળી જશે.”.કોલેજના મોટાભાગના ટ્રસ્ટીઓ સરકારના મળતીયા છે.ફક્ત એડમિશનના આધારે ડિગ્રી આપી દેવી, એ વાત યોગ્ય નથી. કારણ કે આનાથી ગુજરાતના બાળકોનું ભવિષ્ય જોખમમાં મુકાઈ શકે છે.જે લોકોને ખોટી ડિગ્રી આપવામાં આવી હોય તેમની ડિગ્રીને રદ કરવામાં આવે અને આના માટે સરકાર દ્વારા એક SITની રચના કરવામાં આવે.બીજી અમારી માંગણી એ છે કે, જ્ઞાન સહાયકની નોકરી માટે ટેટ ટાટ પાસ કરવું ફરજિયાત હોય તો પ્રાઇવેટમાં પણ ટેટ ટાટ પાસ કરનારને જ નોકરી મળવી જોઈએ.જો TAT TET પ્રાઇવેટમાં ફરજિયાત નથી તો જ્ઞાન સહાયકની કોન્ટ્રાક્ટ નોકરીમાં શા માટે ફરજિયાત છે.
આમ આદમી પાર્ટીના એજ્યુકેશન સેલના પ્રદેશ મંત્રી પ્રચેતાબેન પંડ્યાએ એક પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું કે, આજથી પાંચેક વર્ષ પહેલાં B. Ed 2 વર્ષનું કરવામાં આવ્યું. ત્યારબાદ પ્રાઇવેટ શાળામાં યુવાઓને નોકરીઓ આપવાનું શરૂ થયું. પછી એમને કહેવામાં આવ્યું કે તમે પહેલા બી.એડ કે પીટીસી પૂરું કરો. એટલા માટે એ લોકોએ કોલેજોની જાણકારી મેળવવાનું શરૂ કર્યું. ત્યારબાદ એવો પ્રશ્ન ઉભો થયો કે કોલેજ કરતાની સાથે જો કોઈ નોકરી કરી રહ્યું છે તો તેને કોલેજ આવવા માંથી મુક્તિ મળશે. અને જે બી એડ કોલેજો અત્યાર સુધી બંધ થવાને હારે આવી હતી એ ચાલુ થવાની જગ્યાએ ઘણી બધી સેલ્ફ ફાઇનાન્સ કોલેજો શરૂ થઈ ગઈ. અહીંયા માત્ર ને માત્ર ડિગ્રીઓ વેચાય છે. આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને જ અમે એક સ્ટિંગ ઓપરેશન કર્યું છે.
સ્ટિંગ ઓપરેશનનો વિડીયો જાહેર કર્યા બાદ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ ફ્રંટલ અધ્યક્ષ પ્રવિણ રામે મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું કે, ભાજપના રાજમાં શિક્ષણ ક્ષેત્રે અનેક કૌભાંડો ચાલી રહ્યા છે. થોડા સમય પહેલાં અમે એલેન, આકાશ અને બોથરાના સ્ટિંગ ઓપરેશન કર્યા હતા. ગુજરાતમાં અનેક જગ્યાએ ખોટી ડીગ્રીઓ અપાઈ રહી છે. માત્ર એડમિશન કરાવીને ડિગ્રી આપવાના કામ ચાલી રહ્યા છે. આમ આદમી પાર્ટીના એજ્યુકેશન સેલ દ્વારા બી.એડ માં જે ગોટાળા ચાલી રહ્યા છે તેને જનતા સમક્ષ લાવવા માટે ત્રણ કોલેજોમાં એડમિશન માટે ગયા હતા. જેમાં પાર્થ બીએડ કોલેજ (વેજલપુર), શારદા બીએડ. કોલેજ (પાનસર), એસ એન પટેલ બીએડ કોલેજ (શાહીબાગ સિવિલ) સામેલ છે. આ કોલેજોના સંચાલકો તથા જે તે હોદ્દેદારો સાથે વાતચીત કરી ત્યારે તેમણે જણાવ્યું કે “આપ એડમિશન લઈ લો, ત્યારબાદ આપને કોલેજ આવવાની જરૂર નથી અને આપને ડિગ્રી મળી જશે.” કોલેજના મોટાભાગના ટ્રસ્ટીઓ સરકારના મળતીયા છે. મરવા પડેલ કોલેજોને શરૂ કરવા માટે અને એમને પૈસા મળે એ માટે નવા જીઆરને લાગુ કરવામાં આવ્યું હોય એવું લાગી રહ્યું છે. અમે એ બાબતે સહમત છીએ કે જે પણ શિક્ષક બને એમની પાસે ડિગ્રી હોય પરંતુ ફક્ત એડમિશનના આધારે ડિગ્રી આપી દેવી, એ વાત યોગ્ય નથી. કારણ કે આનાથી ગુજરાતના બાળકોનું ભવિષ્ય જોખમમાં મુકાઈ શકે છે.
ગુજરાત સરકારે જ્ઞાન સહાયક યોજનામાં નક્કી કરી છે કે જે યુવાનોએ 11 મહિનાના કોન્ટ્રાક્ટર પણ કામ કરવું હશે તેમના માટે ટેટ અને ટાટ પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે, તો પછી પ્રાઇવેટના શિક્ષકો માટે આ ફરજિયાત કેમ નથી? આવા અનેક સવાલો આજે ઊભા થઈ રહ્યા છે. અમે જે ત્રણ કોલેજોની વાત કરી એ તો ફક્ત એક સેમ્પલ છે. આમ આદમી પાર્ટી વતી અમારી ગુજરાત સરકારને ઉગ્ર રજૂઆત છે કે છેલ્લા પાંચ વર્ષમાં પ્રાઇવેટ બીએડ કોલેજોમાં જેટલા પણ એડમિશન થયા અને જેમને બીએડની ડીગ્રી આપવામાં આવી, તેમની તપાસ કરવામાં આવે. અને જે લોકોને ખોટી ડિગ્રી આપવામાં આવી હોય તેમની ડિગ્રીને રદ કરવામાં આવે અને આના માટે સરકાર દ્વારા એક SITની રચના કરવામાં આવે. બીજી અમારી માંગણી એ છે કે, જ્ઞાન સહાયકની નોકરી માટે ટેટ ટાટ પાસ કરવું ફરજિયાત હોય તો પ્રાઇવેટમાં પણ ટેટ ટાટ પાસ કરનારને જ નોકરી મળવી જોઈએ. અને જો પ્રાઇવેટમાં આની માંગ ન કરવામાં આવે તો જ્ઞાન સહાયક માં શા માટે ટેટ ટાટ પાસ કરવાની માંગ કરવામાં આવે છે?
થોડા સમય પહેલા અમે એલેન, આકાશ અને બોથરાનું સ્ટીંગ ઓપરેશન કર્યું હતું અને સરકારને ચેતવણી આપવામાં આવી હતી કે આ મુદ્દે કોઈ એક્શન લેવામાં આવે પરંતુ આ વાતને ઘણો સમય થઈ ગયો હોવા છતાં હજુ સુધી સરકાર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. આ બાબતે હવે ઘણો સમય થયો હોવાથી હવે સમય પૂરો થઈ ગયો છે અને હજુ પણ સરકાર કોઈ એક્શન નથી લેતી તો ટૂંક સમયમાં અમે આ સંસ્થાઓના ક્લાસિસોમાં તાળાબંધી કરીશું.

