Gujarat

ડિઝની હોટસ્ટાર વર્લ્ડકપની બાકીની નોકઆઉટ મેચોમાં કમાણીની કોઈપણ તક નથી છોડે

વર્લ્ડકપ ફાઇનલ જે જીતે ડિઝની હોટસ્ટારને ૧૦ સેકન્ડની જાહેરાત માટે રૂ.૩૦ લાખ મળશે!

ડિઝની હોટસ્ટાર વર્લ્ડ કપની બાકીની નોકઆઉટ મેચોમાં વધુમાં વધુ કમાણી કરવાની કોઈ તક છોડવા માંગતી નથી. ડિઝની હોટસ્ટાર નોકઆઉટ અને ફાઈનલ મેચો માટે ૩૦ લાખ રૂપિયા પ્રતિ ૧૦ સેકન્ડના દરે તેના ન વેચાયેલા એડ સ્લોટ્‌સ વેચવા જઈ રહી છે. અગાઉ, ભારતની મેચ માટે આ કિંમત ૨૨ લાખ રૂપિયા હતી અને અન્ય મેચો માટે તે ૧૦ લાખ રૂપિયા હતી. ઈ્‌ના અહેવાલ મુજબ ભારતીય ક્રિકેટ ટીમના અજેય પ્રદર્શનને કારણે ડિઝની સ્ટારના બિઝનેસમાં વૃદ્ધિની શક્યતાઓ વધુ વધી છે. ઉચ્ચ દરે જાહેરાત સ્લોટ વેચવા હોટ સ્ટાર માટે બિલકુલ સરળ રહેશે નહીં. બહુ ઓછા લોકો હશે જે આટલો મોંઘો સ્લોટ ખરીદશે. નિષ્ણાતોના મતે, ઊંચા દરે ઈન્વેન્ટરી વેચવી હોટસ્ટાર માટે ખૂબ જ પડકારજનક હશે.

નિષ્ણાતોના મતે, ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૨૩ માટે મોટાભાગના જાહેરાતકર્તાઓ દ્વારા નિર્ધારિત બજેટ પહેલેથી જ ખતમ થઈ ગયું છે.. મીડિયાબ્રાન્ડ્‌સના ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર હેમા મલિકે ઈ્‌ને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે ડિઝની સ્ટાર પાસે નોકઆઉટ મેચો અને ફાઇનલ માટે કેટલીક બાકી રહેલી ઇન્વેન્ટરી છે. તેઓ પ્રતિ ૧૦ સેકન્ડમાં ૩૦ લાખ રૂપિયાની અપેક્ષા રાખી રહ્યા છે. મીડિયાની સારી હાજરી માટે, જાહેરાતકર્તાઓએ ઓછામાં ઓછા રૂ. ૩-૪ કરોડનું રોકાણ કરવું પડશે, જે સામાન્ય મનોરંજન ચેનલ પર ૩ થી ૪ અઠવાડિયાની જાહેરાત ઝુંબેશ ચલાવવાના ખર્ચની સમકક્ષ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે કેટલાક ગ્રાહકો ૧૦ સેકન્ડના સ્લોટ માટે ૩૦ લાખ રૂપિયામાં એડવર્ટાઇઝિંગ સ્પોટ ખરીદી શકે છે. હેમા મલિકે કહ્યું કે આ મેગા ઈવેન્ટનો લાભ લેવા ઈચ્છતા મોટા ભાગના મોટા એડવર્ટાઈઝરો વર્લ્ડ કપમાં ભાગ લઈ ચૂક્યા છે.. અગાઉ શું ડીલ હતી? જે વિષે જણાવીએ, ટુર્નામેન્ટ શરૂ થાય તે પહેલા, ડિઝની સ્ટાર ભારતની મેચો અને નોકઆઉટ મેચો માટે પ્રતિ ૧૦-સેકન્ડના જાહેરાત સ્લોટ દીઠ રૂ. ૩૧ લાખ કમાવવા માંગતી હતી. જાે કે, વાટાઘાટો થઈ અને ભારતની મેચો માટે સરેરાશ રૂ. ૨૨-૨૫ લાખ પ્રતિ ૧૦ સેકન્ડે અને સમગ્ર વિશ્વ કપ ૨૦૨૩ માટે રૂ. ૯-૧૦ લાખના દરે સોદો નક્કી કરવામાં આવ્યો.

ડિઝની સ્ટાર ક્રિકેટ વર્લ્ડ કપની મેચોનું સ્ટાર સ્પોર્ટ્‌સ ચેનલો પર અંગ્રેજી, હિન્દી, તમિલ, તેલુગુ અને કન્નડ સહિત બહુવિધ ભાષાઓમાં પ્રસારણ કરી રહી છે. ૧૫ નવેમ્બર, બુધવારે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ સેમિફાઇનલ મેચ રમાઈ હતી. બીજી સેમિફાઇનલ, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે, ૧૬ નવેમ્બર, ગુરુવારે કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે રમાશે. ભારત પહેલા જ ન્યૂઝીલેન્ડને ૭૦ રને હરાવીને ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી ગયું છે.. બુધવારે ૫.૩ કરોડ લોકોએ હોટસ્ટાર પર ભારત-ન્યૂઝીલેન્ડ મેચ જાેઈ, જે એક રેકોર્ડ છે. આ પહેલા ૫ નવેમ્બરે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી મેચમાં ૪.૪ કરોડ લોકોએ હોટસ્ટાર પર મેચ જાેઈ હતી. રેકોર્ડ વ્યૂઅરશિપમાં સતત વધારો થવાને કારણે ડિઝનીના શેર્સમાં પણ વધારો જાેવા મળ્યો હતો. બુધવારે, ન્યૂયોર્ક સ્ટોક એક્સચેન્જમાં કંપનીના શેરમાં ૩.૧૪ ટકાનો વધારો જાેવા મળ્યો હતો અને તે ઇં૯૪ની આસપાસ પહોંચી ગયો હતો. જ્યારથી ભારતમાં વર્લ્ડ કપ શરૂ થયો છે ત્યારથી ડિઝનીના શેરમાં લગભગ ૨૦ ટકાનો વધારો જાેવા મળ્યો છે. બુધવારે કંપનીના માર્કેટ કેપમાં ૫ અબજ ડોલરથી વધુનો વધારો જાેવા મળ્યો હતો.. ૈંઝ્રઝ્રએ વર્ષ ૨૦૨૭ સુધી ભારતમાં પ્રસારણ માટે ઇં૩ બિલિયનમાં અધિકારો ખરીદ્યા હતા. જાે તેને ભારતીય રૂપિયામાં ફેરવવામાં આવે તો તે ૨૪ હજાર કરોડ રૂપિયાથી વધુ છે.

જ્યારે છેલ્લા ૮ વર્ષથી સ્ટાર સ્પોર્ટ્‌સે ૨ બિલિયન ડોલરમાં રાઈટ્‌સ ખરીદ્યા હતા. બીજી બાજુ, ૨૦૨૩-૨૦૨૭ સુધી ઇન્ડિયન પ્રીમિયર લીગ  ના મીડિયા અધિકારોનું મૂલ્ય આશરે ઇં૬ બિલિયન છે. આ વખતે ટેલિવિઝન બ્રોડકાસ્ટર ડિઝની હોટસ્ટર છે, જ્યારે ડિજિટલ અધિકારો Viacom૧૮ને આપવામાં આવ્યા હતા. ૐર્ંજંટ્ઠિ પાસે પાર ડીલમાં ૪૯ ટકા અને Viacom૧૮ ૫૧ ટકા હિસ્સો ધરાવે છે. Hotstar એ રૂ. ૨૩,૫૭૫ કરોડ અને Viacom૧૮ એ રૂ ૨૩,૭૫૮ કરોડ ખર્ચ્યા છે.

Page-13.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *