Gujarat

છોટાઉદેપુર તાલુકા FPS એસોસિએશન દ્વારા અસહકાર ચળવળ અંતર્ગત સપ્ટેમ્બર 2023 નો જથ્થો નહીં ઉપાડવા અંગે જિલ્લા પુરવઠા અધિકારી અને મામલતદાર આવેદન પત્ર આપ્યું હતું.

આવેદન પત્ર જણાવ્યું હતું કે ગુજરાતમાં રેશન ડીલરો ના પડતર પ્રશ્નો બાબતે રાજ્યના બંને એસોસિએશન ઘણા લાંબા સમયથી લેખિત અને મૌખિક રજુઆતો, આ બાબતે સરકાર સાથે અને સરકારના અધિકારીઓ સાથે પણ અનેક બેઠકો થઈ ચૂકી છે. તેમાં સરકારએ પડતર પ્રશ્નો અંગે ચોક્કસ નીતિ વિષયક સર્વ સંમતિ સધાઈ ગયા બાદ પુરવઠાવિભાગ પાસેથી દરખાસ્ત કરવાનું કમીટમેન્ટ કરવામાં આવેલું હતું તેમ છતાં લાંબા સમયથી પડતર માંગણીઓની સતત ઉપેક્ષા થઈ રહી હોઈ અને યોગ્ય હકારાત્મકતા પણ નહીં મળતા ગાંધીચિંધ્યા માર્ગે સરકારને રાજ્ય એસોસિએશન દ્વારા તારીખ 4/8/2023 ના રોજ ગુજરાત સરકારના મુખ્યમંત્રી અને પુરવઠા મંત્રી કેબિનેટને પત્ર દ્વારા જણાવેલ છે કે રેશન ડીલર એસોસિયેશનને કમીટમેન્ટ મળેલ પડતર માંગણીઓ લાંબા સમયથી વણ ઉકેલાયેલી રહી હોવાથી ન છૂટકે મજબૂરી વશ આવી કારમી મોંઘવારી માં રાજ્ય લેવલના બંને એસોસિએશન ની સંયુક્ત ઉપક્રમે તા.01/08/2023 ના રોજ મળેલ સાધારણ સભામાં સર્વાનુ મતે નક્કી થયા મુજબ આગામી સપ્ટેમ્બર 2023 નો જથ્થો ગુજરાતના કોઈપણ રેશન ડીલર દુકાને કાર્ડ ગ્રાહકો ને વિતરણ માટે જથ્થો ઉપાડશે કે ઉતારશે નહીં. આ સાથે આ ઠરાવ ને જીલ્લો સંપૂર્ણ પણે સમર્થન/ટેકો જાહેર કરે છે અને તે મુજબઅમો રેશન ડીલરો સપ્ટેમ્બર- 2023 નો જથ્થો ઉપાડ કે દુકાને ઉતારીશે એમ કહીને જિલ્લા પુરવઠા અધિકારી અને માલતદારને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.જેમાં FPS એસોસિએશન હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

20230824_152929.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *