ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના નવ નિયુક્ત પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલ અને વિરોધ પક્ષ નેતા અમિતભાઈ ચાવડા ની સૂચના અનુસાર બિપોરજોઈ વાવાઝોડા થી બંદરીય વિસ્તારો માં થયેલ નુકસાન ના સર્વે કરવા પ્રદેશ ના આગેવાન અને માજી ધારાસભ્ય શ્રી લલિતભાઈ વસોયા, યુવા નેતા અને પ્રદેશ કાર્યકારી પ્રમુખ શ્રી ઈન્દ્રવિજયસિંહ ગોહિલ,માજી ધારાસભ્ય શ્રી ચિરાગભાઈ કાલરીયા સહિત ની ટીમ આજરોજ જોડિયા ગામે માછીમારો વિસ્તારો ની મુલાકાતે જોડિયા પોહચતા જિલ્લા પ્રમુખ જીવણભાઇ કુંભારવડીયા, વિરોધપક્ષ નેતા જે.ટી. મારવાદીયા , ઓલ ઇન્ડિયા સુન્ની મુસ્લિમ વાઘેર સમાજ ના પ્રમુખ એડવોકેટ હારૂન પલેજા, માજી સરપંચ બાવલાભાઈ નોતિયાર, માછીમાર સમાજ ના આગેવાનો, જાકુ ભાઈ સના, હાજી ભાઈ બારીયા, પટેલ ફરીદ પરમલ ,ફકીર સમાજ ના આગેવાન ઇશાક બાપુ,કોળી સમાજ ના આગેવાન શૈલેષ સોયગામાં તાલુકા કોંગ્રેસ ના પ્રમુખ મનોજભાઈ ભીમાણી તળતકા પંચાયત ના પ્રમુખ નાથાભાઈ ,ઓબીસી ના પ્રમુખ કલ્પેશ હડિયલ,સહિત ના આગેવાનો ની હાજરી માં માછીમારો બિપોર હોય વાવાઝોડા થી થયેલ નુકસાન અંગે રજૂઆત કરી હતી.
રિપોર્ટર :: શરદ એમ.રાવલ.
તા.જોડિયા.જી.જામનગર.
ગામ :: હડિયાણા…..


