Gujarat

માંગરોળનાં ચાર ગામનાં ખેડુતોએ પીજીવીસીએલ કચેરીમાં મચાવ્યો હોબાળો,,

ખેડુતોને વિજળી પુરી નહીં મળતા મચાવ્યો હોબાળો
એક અઠવાડિયા માં વીજ પુરવઠો રેગ્યુલર નહી થાય તો ઉપવાસ આંદોલન કરવાની ગ્રામજનોએ ચીમકી આપવામાં આવેલ
માંગરોળ તાલુકાના ખોડાદા આરેણા હુશેનાબાદ ખંભાળીયા સહીતના ગામોનાં ખેડૂતોએ માંગરોળ પીજીવીસીએલ કચેરીમાં પહોંચી લાઇટ આપો લાઇટ આપોના નારા સાથે ઉગ્ર રજૂઆત
હાલ પાછલો વરસાદ ખેચાતા ખેડુતોનો ઉભોપાક સુકાઇ રહ્યો છે તેમજ નારિયેળ બગીચાઓ પણ પાણી વગર સુકાઇ રહ્યા છે પરંતુ પુરતી વિજળી ન મળતા ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા,
હાલ ખેડૂતોએ જણાવ્યું છેકે સરકારી યોજના ખેડુતોને દશ કલાક વિજળી આપવાની યોજના માત્ર કાગળ ઉપર છે
ત્યારે  કોઇ નેતા કે ચુંટાયેલા પ્રતિનિધિઓ આવીને ખેડુતો ની સમસ્યાઓ પર નિરાકરણ લાવતા નથી માત્ર મત માંગવા સમયેજ ખેડુતોની યાદ આવેછે
હાલ માંગરોળ પંથકમાં ખેડુતોને આઠ કલાક વિજળી મળવાની વાતો કરેછે પરંતુ ખેડૂતોને પાંચ કલાક પણ વીજળી મળતી નથી
જેથી ખેડુતો નો ઉભો પાક સુકાઈ રહ્યો છે તેનાં જવાબદાર કોણ તેવા અનેક સવાલો ખેડુતો દ્વારા પીજીવીસીએલ કચેરીમાં કરાયાં હતા
જો એક અઠવાડિયામાં પીજીવીસીએલ દ્વારા પુરતો પાવર આપવામા નહીં આવેતો ખેડૂતો દ્વારા ઉપવાસ પર બેસવાની ચીમકી ઉચ્ચારવામા આવી છે,,
રિપોર્ટર, વિનુભાઈ મેસવાણીયા માંગરોળ

IMG-20230902-WA0178.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *