National

તિરુપતિના ગોવિંદરાજા મંદિર પાસે ભીષણ આગ

તિરુપતિ
તિરુપતિના માર્કેટમાં ભીષણ આગ લાગી છે. ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને આગને કાબુમાં લેવાનો પ્રયાસ કરી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે આગ એટલી ઝડપથી ફેલાઈ ગઈ હતી કે શરૂઆતમાં ફાયર વિભાગને પણ આગ બુઝાવવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ મળતી માહિતી મુજબ મંદિરની નજીક ફોટો ફ્રેમ બનાવવાની દુકાનમાં અચાનક આગ લાગી હતી અને પછી તે ઝડપથી ફેલાઈ ગઈ હતી. આગની આ ઘટનામાં હજુ પણ કોઈ જાનહાનિના સમાચાર નથી.૧ જૂન (ગુરુવાર) ના રોજ અહીંના શ્રી ગોવિંદરાજા સ્વામી મંદિરની સામે સદીઓ જૂનું ઝાડ જમીન પર તૂટી પડતાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને બે અન્ય ગંભીર રીતે ઘાયલ થયા હતા. છેલ્લા ઘણા દિવસોથી ભારે તોફાનને કારણે વૃક્ષ ધરાશાયી થયું હતું.

File-02-Page-09.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *