ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાના પાકતી તારીખના ભાવ નિર્ધારિતઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.5,134 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.17,844 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદો 16191ના સ્તરે
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.22,981.35 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.5,134.28 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.17,844.63 કરોડનો હતો.
દરમિયાન, એમસીએક્સે વિવિધ પરિપત્રો મારફત નવા વાયદા અને ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ્સના પ્રારંભની સૂચના આપી છે. જે હેઠળ એક્સચેન્જ પર 15 જાન્યુઆરી, 2024થી સ્ટીલ રિબારમાં ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ એમ ત્રણ નવા કોન્ટ્રેક્ટ્સ વાયદાનાં કામકાજ માટે ખુલ્લા મૂક્યા છે. આ કોન્ટ્રેક્ટ્સમાં ટ્રેડિંગનું એકમ 5 મે.ટનનું રહેશે, જ્યારે ક્વોટેશન/બેસ મૂલ્ય 1 મે.ટનનું છે. ભાવનું ક્વોટ છત્તિસગઢના રાયપુર જિલ્લાના એક્સ-વેરહાઉસ (માત્ર જીએસટી સિવાય)ના રહેશે. ઓર્ડર માટે મહત્તમ પ્રમાણ 200 મે.ટનનું છે. ટિક સાઈઝ (લઘુત્તમ ભાવ વધઘટ) મે.ટનદીઠ 10 રૂપિયાની છે. પ્રારંભિક માર્જિન લઘુત્તમ 8 ટકા અથવા સ્પાન આધારિત એ બંનેમાંથી જે વધુ હોય તે રહેશે, જ્યારે એક્સ્ટ્રિમ લોસ માર્જિન લઘુત્તમ 1 ટકાનું છે. રાયપુર જિલ્લાના એક્સ-વેરહાઉસના ડિલિવરી કેન્દ્ર ઉપરાંત વધારાના ડિલિવરી કેન્દ્રોમાં મહારાષ્ટ્રનો થાણા જિલ્લો, હરિયાણા (એનસીઆર)માં પાલવાલ જિલ્લો, તામિલનાડુમાં ચેન્નાઈ જિલ્લો, પશ્ચિમ બંગાળમાં દુર્ગાપુર જિલ્લાના એક્સચેન્જ દ્વારા માન્યતાપ્રાપ્ત કરાયેલા વેરહાઉસો રહેશે. ડિલિવરીનું લોજિક ફરજિયાત ડિલિવરીનું રહેશે.
આ સાથે જ એક્સચેન્જે 18 ડિસેમ્બરના રોજ પાકેલા ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાના પાકતી તારીખના ભાવ પ્રત્યેકના બેરલદીઠ રૂ.6,016 નિર્ધારિત કર્યા છે તેમ જ ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની પ્રત્યેકના જૂન-2024 કોન્ટ્રેક્ટ્સ 19 ડિસેમ્બરથી વાયદાનાં કામકાજ માટે ઉપલબ્ધ બનાવ્યા છે. આ ઉપરાંત ઓપ્શન્સમાં સોના (1 કિલોગ્રામ)નો નવેમ્બર ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ, ચાંદી (30 કિલોગ્રામ)નો નવેમ્બર ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ અને ક્રૂડ તેલનો માર્ચ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ્સ 19 ડિસેમ્બરથી કામકાજ માટે ઉપલબ્ધ બનાવ્યા હોવાનું વિવિધ પરિપત્રો મારફત જણાવ્યું છે.
19 ડિસેમ્બરના રોજ પ્રથમ સત્ર સુધીમાં કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.62,100ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.62,248 અને નીચામાં રૂ.62,069ના મથાળે અથડાઈ, પ્રથમ સત્રનાં અંતે રૂ.115ના ભાવઘટાડા સાથે રૂ.62,176ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે સોનાનો એપ્રિલ વાયદો રૂ.62,512 ખૂલી, ઉપરમાં રૂ.62,636 અને નીચામાં રૂ.62,449 બોલાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.105ના ઘટાડા સાથે રૂ.62,538ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-ગિની ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.53ના સુધારા સાથે રૂ.50,120 અને ગોલ્ડ-પેટલ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.6ના ઘટાડા સાથે રૂ.6,108ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જાન્યુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.111ના ભાવઘટાડા સાથે રૂ.61,946ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.74,465ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.74,628 અને નીચામાં રૂ.74,253ના મથાળે અથડાઈ, પ્રથમ સત્રનાં અંતે રૂ.111ના સુધારા સાથે રૂ.74,521ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ચાંદીનો મે વાયદો રૂ.79 સુધરી રૂ.75,611 બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.94ના સુધારા સાથે રૂ.74,520 અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.76ના સુધારા સાથે રૂ.74,500 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે તાંબુ ડિસેમ્બર વાયદો રૂ.721.40ના ભાવે ખૂલી, રૂ.2.90ની વૃદ્ધિ સાથે રૂ.723.70, જ્યારે એલ્યુમિનિયમ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.10 ઘટી રૂ.204.80 તેમ જ સીસું ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.55 વધી રૂ.183.20ના ભાવ થયા હતા. જસત ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.1.95 વધી રૂ.226ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ રૂ.0.20 સુધરી રૂ.204.90, સીસુ-મિની ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.45 વધી રૂ.183.40, જસત-મિની ડિસેમ્બર વાયદો રૂ.1.95 વધી રૂ.225.90 થયો હતો.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર ક્રૂડ તેલ જાન્યુઆરી વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.6,095ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,095 અને નીચામાં રૂ.5,925ના મથાળે અથડાઈ, પ્રથમ સત્રનાં અંતે રૂ.52 ઘટી રૂ.6,085 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની જાન્યુઆરી વાયદો રૂ.52ના ભાવઘટાડા સાથે રૂ.6,096 થયો હતો. નેચરલ ગેસ ડિસેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.209.40ના ભાવે ખૂલી, પ્રથમ સત્રનાં અંતે રૂ.10 ઘટી રૂ.204 અને નેચરલ ગેસ-મિની ડિસેમ્બર વાયદો રૂ.9.70 ઘટી રૂ.204.40 થયો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે કોટન ખાંડી જાન્યુઆરી વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.55,800ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.55,900 અને નીચામાં રૂ.55,800ના મથાળે અથડાઈ, પ્રથમ સત્રનાં અંતે રૂ.40 ઘટી રૂ.55,900ના સ્તરે પહોંચ્યો હતો. કપાસનો એપ્રિલ વાયદો 20 કિલોદીઠ રૂ.0.50 ઘટી રૂ.1,594 થયો હતો, જ્યારે મેન્થા તેલનો ડિસેમ્બર વાયદો કિલોદીઠ રૂ.10 ઘટી રૂ.920.20 બોલાયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર પ્રથમ સત્ર સુધીમાં કીમતી ધાતુઓમાં સોનાના વાયદાઓમાં રૂ.902.25 કરોડનાં 1,451 લોટ્સ, ગોલ્ડ-ગિનીમાં રૂ.2.90 કરોડનાં 577 લોટ્સ, ગોલ્ડ-પેટલમાં રૂ.2.63 કરોડનાં 4,285 લોટ્સ, સોનું-મિનીમાં રૂ.185.75 કરોડનાં 2,995 લોટ્સ અને ચાદીના વાયદાઓમાં રૂ.774.65 કરોડનાં 3,466 લોટ્સ, ચાંદી-મિનીમાં રૂ.379.94 કરોડનાં 10,184 લોટ્સ અને ચાંદી-માઈક્રોમાં રૂ.276.03 કરોડનાં 37,028 લોટ્સના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં રૂ.378.96 કરોડનાં 6,246 લોટ્સ અને ક્રૂડ તેલ-મિનીમાં રૂ.57.96 કરોડનાં 9,532 લોટ્સ તથા નેચરલ ગેસના વાયદાઓમાં રૂ.935.96 કરોડનાં 36,637 લોટ્સ અને નેચરલ ગેસ-મિનીમાં રૂ.84.67 કરોડનાં 16,615 લોટ્સનાં કામ થયાં હતાં. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.1.35 કરોડનાં 5 લોટ્સ, કપાસમાં 1 લોટ અને મેન્થા તેલના વાયદાઓમાં રૂ.14.90 કરોડનાં 446 લોટ્સનાં કામકાજ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે સોનાના વાયદાઓમાં 16,676 લોટ્સ, ગોલ્ડ-ગિનીમાં 3,590 લોટ્સ, ગોલ્ડ-પેટલમાં 46,956 લોટ્સ, સોનું-મિનીમાં 19,205 લોટ્સ અને ચાંદીના વાયદાઓમાં 15,099 લોટ્સ, ચાંદી-મિનીમાં 36,444 લોટ્સ, એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 14,359 લોટ્સ, ક્રૂડ તેલ-મિનીમાં 18,994 લોટ્સ તથા નેચરલ ગેસના વાયદાઓમાં 51,623 લોટ્સ, નેચરલ ગેસ-મિનીમાં 37,089 લોટ્સ, કૃષિ કોમોડિટીઝમાં કોટન-ખાંડી વાયદામાં 199 લોટ્સ, કપાસમાં 2 લોટ્સ અને મેન્થા તેલના વાયદાઓમાં 1,375 લોટ્સના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર પ્રથમ સત્ર સુધીમાં બુલડેક્સ વાયદામાં રૂ.2.42 કરોડનાં 30 લોટનાં કામકાજ થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ બુલડેક્સ વાયદામાં 207 લોટના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ ડિસેમ્બર વાયદો 16,200 પોઈન્ટ ખૂલી, ઉપરમાં 16,215 અને નીચામાં 16,185 બોલાઈ, 24 પોઈન્ટ ઘટી 16,191 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં સોનું જાન્યુઆરી રૂ.63,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.528ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.540 અને નીચામાં રૂ.478ના મથાળે અથડાઈ, પ્રથમ સત્રનાં અંતે રૂ.24.50 ઘટી રૂ.529.50 બોલાઈ રહ્યો હતો, આ કોન્ટ્રેક્ટમાં રૂ.93.36 કરોડનાં 147 લોટ્સનાં કામકાજ સાથે ઓપન ઈન્ટરેસ્ટ 510 લોટ્સના સ્તરે રહ્યો હતો. આ સામે સોનું જાન્યુઆરી રૂ.61,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.330ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.358 અને નીચામાં રૂ.319ના મથાળે અથડાઈ, પ્રથમ સત્રનાં અંતે રૂ.23.50 વધી રૂ.336.50 બોલાઈ રહ્યો હતો, આ કોન્ટ્રેક્ટમાં રૂ.160.71 કરોડનાં 262 લોટ્સનાં કામકાજ સાથે ઓપન ઈન્ટરેસ્ટ 566 લોટ્સના સ્તરે રહ્યો હતો.
ચાંદી ફેબ્રુઆરી રૂ.75,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.2,006ના ભાવે ખૂલી, પ્રથમ સત્રનાં અંતે રૂ.55 વધી રૂ.2,109 થયો હતો. આ કોન્ટ્રેક્ટમાં રૂ.27.76 કરોડનાં 120 લોટ્સનાં કામકાજ સાથે ઓપન ઈન્ટરેસ્ટ 696 લોટ્સના સ્તરે હતો. આ સામે ચાંદી ફેબ્રુઆરી રૂ.74,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.2,090ના ભાવે ખૂલી, રૂ.38 ઘટી રૂ.2,040 થયો હતો. આ કોન્ટ્રેક્ટમાં રૂ.26.01 કરોડનાં 114 લોટ્સનાં કામકાજ સાથે ઓપન ઈન્ટરેસ્ટ 198 લોટ્સના સ્તરે હતો.
ક્રૂડ તેલ જાન્યુઆરી રૂ.6,100 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.234ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.250.90 અને નીચામાં રૂ.215.80ના મથાળે અથડાઈ, પ્રથમ સત્રનાં અંતે રૂ.23.40 ઘટી રૂ.250.60 થયો હતો, જ્યારે ક્રૂડ તેલ જાન્યુઆરી રૂ.6,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.210ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.241.40 અને નીચામાં રૂ.210ના મથાળે અથડાઈ, પ્રથમ સત્રનાં અંતે રૂ.17.70 વધી રૂ.215.70 થયો હતો.

