Gujarat

 G 20 ના અધ્યક્ષ પદની ઉજવણી અંતર્ગત છોટાઉદેપુર જિલ્લા પોલીસ દ્વારા આજે વહેલી સવારે રન ફોર ક્લાઈમેટ એન્ડ એન્વાયરમેન્ટ નું આયોજન કરવામાં આવ્યું .  

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને G-20 સમિટ 2023 માં આંતરરાષ્ટ્રીય કક્ષાનું જે અધ્યક્ષ પદ મળ્યું છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા G 20 સમિટ અંગે ની જાણકારી એ જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો કરી તેની ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગ રૂપે છોટાઉદેપુર જિલ્લા પોલીસ દ્વારા આજે રન ફોર ક્લાઇમેટ ચેન્જ એન્ડ એન્વાયરમેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતેથી શરૂ કરાયેલ દૌડમાં જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મીઓ જોડાયા હતા અને નગરના બજારોમાં થઈ 5 કિમિ ફર્યા હતા અને વાતવરણમાં બદલાવ અને પર્યાવરણ બચાવ માટે જાગૃતિ સાથ સ્વચ્છતા સંદેશ આપ્યો હતો.

રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *