Gujarat

રાણપુરમાં આવેલ ગીતાંજલી કેમ્પસમાં ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરાઈ

ગુરુનો મહિમા સમજાવતા ભજન, નાટક અને ગુરુનો મહિમા સમજાવતી સ્પીચ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી…
  આપણી સંસ્કૃતિમાં ગુરુને સૌથી શ્રેષ્ઠ સ્થાન આપવામાં આવ્યું છે પ્રાચીન સમયથી લઈને આજ સુધી ગુરુને હમેશાં શ્રેષ્ઠ દરજ્જો આપવામાં આવ્યો છે ગુરુ પોતાના આચરણ દ્વારા શિષ્યના જીવનનું ઘડતર કરે છે ગુરુનું મહાત્મ્ય આપણા પુરાણોએ પણ ખુબ વર્ણવ્યું છે ગુરુ પૂર્ણિમાનો દિવસ ગુરુ શિષ્યના પ્રેમને ઉજાગર કરતો દિવસ છે ત્યારે બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં આવેલ ગીતાંજલી કેમ્પસ સ્કુલમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી અને કાર્યક્રમના ભાગ રૂપે શાળાના બાળકો દ્વારા પોતાના જીવનનું ઘડતર કરતા એવા શાળાના ગુરૂજનોનું પૂજન કરવામાં આવ્યું હતું ત્યાર બાદ ગુરુનો મહિમા સમજાવતા ભજન, નાટક અને ગુરુનો મહિમા સમજાવતી સ્પીચ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.શાળાના સંચાલક વલ્લભભાઈ ધરજીયા તેમજ શાળા ના સ્ટાફ મિત્રો દ્વારા આ શુભ દિવસે બાળકો શ્રેષ્ઠ શિક્ષણ મેળવી જીવનમાં ઉતરોતર પ્રગતિ કરે તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી…
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર

IMG-20230705-WA0076.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *