Gujarat

સાવરકુંડલા શહેરમાં નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વી. ડી. ઘેલાણી મહિલા આર્ટસ કોલેજમાં ગુરુપૂર્ણિમા પર્વની ઉજવણી કરવામાં આવી..

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)

શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વી. ડી. ઘેલાણી મહિલા આર્ટ્સ કોલેજમાં ગુરૂ પૂર્ણિમાની આજરોજ તા. ૩/૭/૨૦૨૩ના રોજ ઊજવણી કરવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીની બહેનો દ્વારા વક્તવ્ય આપવા મા આવ્યા તથા ગુરૂ વંદના કરવામાં આવી હતી તથા ગુરૂનો મહિમા વર્ણવતા ભજનો કિર્તન વગેરે રજુ કરવામાં આવ્યું કાર્યક્રમમાં કાર્ય કારી આચાર્ય શ્રી ચાવડા સાહેબ દ્વારા આશીર્વાદ તથા શુભેચ્છા  આપતા ગુરૂ મહિમા વર્ણવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું આભાર દર્શન પ્રા ડો પ્રતિમા એમ શુકલે  કર્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રા કે બી.પટેલ તથા સર્વે સ્ટાફ મિત્રોએ જહેમત ઊઠાવી હતી.

IMG-20230703-WA0030.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *