Gujarat

ભારત નદી પર ડાઈવરજન બનાવતા વાહનચાલકોમાં ખુશી

પાવી જેતપુર ભારજ નદીનો પુલ નો પિલર બેસી જતા છેલ્લા એક મહિના કરતાં વધુ સમયથી ભારજ નદીનો બ્રિજ વાહનચાલકો અને રાહદારીઓની અવરજવર માટે બંધ છે ત્યારે આ વિસ્તારના લોકોને પાવીજેતપુર જવા માટે 40 કિલોમીટર જેટલું ફરી અને જવું પડે છે અને પાવીજેતપુર વિસ્તારના લોકોને બોડેલિ આવવા માટે પણ એટલું જ અંતર કાપીને બોડેલી આવું પડે છે જેથી કરીને આ વિસ્તારના અને આજુબાજુના ગ્રામજનો દ્વારા જાતે જ કામ ચલાવ ડાઈવરજન નદીમાંથી બનાવી દેતા લોકોને હાશકારો જોવા મળ્યો હતો. છેલ્લા એક મહિના કરતાં વધુ સમયથી છોટાઉદેપુર જિલ્લાને વડોદરા ને જોડતો 56 નંબરનો હાઇવે નો ભારજ નદીનો પુલ વાહનો માટે બંધ હોય લોકોને ખૂબ મુશ્કેલી જોવા મળી હતી અને વાહન ચાલકોને લાંબો ફેરો મારીને છોટાઉદેપુર થી મધ્યપ્રદેશ જતા હતા ત્યારે પાવીજેતપુર ભારજ નદી ના આજુબાજુ વિસ્તારના ગામોના લોકોએ ભેગા મળી અને નદીમાંથી રસ્તો કાઢી અને ડાઈવરજન આપતા લોકોમાં ખુશી જોવા મળી હતી
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20230824-WA0014.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *