Gujarat

હેલ્થ ATM દ્વારા બી.પી., ડાયાબિટીસ, આંખોના નંબર, ઈ.સી.જી., ઓક્સિજન પલ્સ રેટ વગેરેની તપાસ થઈ શકે છે  

રાજ્ય સરકારનો આરોગ્ય વિભાગ  રાજ્યમાં દરેક જગ્યાએ અને છેવાડાના માનવી સુધી આરોગ્યની સેવાઓ મળી રહે તે માટે સતત કાર્યશીલ છે. જૂનાગઢ જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ અને આરોગ્ય શાખાના પ્રયત્નોથી જિલ્લામાં કુલ-૯ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં તથા છેવાડાના ૫ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે એમ કુલ-૧૪ હેલ્થ એટીએમ મશીન મૂકવામાં આવ્યા છે. આ હેલ્થ એટીએમ મશીન દ્વારા દર્દીના બી.પી., ડાયાબિટીસ, આંખના નંબર ચેક કરવા, ઓક્સિજન પલ્સ રેટ ચકાસવા, વજન, ઊંચાઈ, તેમજ

ઈ.સી.જી., જેવી હોસ્પિટલમાં મળતી સેવા આપવામાં આવી રહી છે. જે લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે.

             ગત તા.૧૫ જુલાઈના રોજ બીલખા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આ હેલ્થ એટીએમ મશીનના ઉપયોગથી ૫૦ જેટલા દર્દીઓની તપાસણી કરવામાં આવી હતી. જેમાં આ હેલ્થ એટીએમ મશીનમાં દર્દીઓની શરૂઆતમાં નામ તથા કોન્ટેક્ટ ડીટેલ્સ નાખી તે બાદ આ મશીનમાં ઉપલબ્ધ તપાસણી કરાવી તે તપાસણીનું પરિણામ પણ એક નાના કાગળ પર પ્રિન્ટ થઈને આવે તે જે તે દર્દીઓને આપવામાં આવ્યું હતું.

            આમ, જૂનાગઢ જિલ્લાના તમામ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઉપલબ્ધ આ હેલ્થ એટીએમ મશીનનો ઉપયોગ કરી વધુ સારી રીતે નિદાન અને સારવારની સેવાઓનો લાભ લેવા તમામ જનતાને જિલ્લા વિકાસ અધિકારી શ્રી-જૂનાગઢ તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

helth-atm2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *