|
બાળકોની નોંધણી, વજન, ઉંચાઇ બોડીમાસ ઇન્ડેક્ષ માપવામાં આવશે
***
ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે શાળાઓ ખુલતા જ જૂન માસમાં ૩ દિવસ સુધી પ્રવેશોત્સવ ઉજવવામાં આવે છે. આ પ્રવેશોત્સવમાં ધોરણ-૧ માં પ્રવેશ લેનાર તમામ બાળકોનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.વી.એ.ધ્રુવેના માર્ગદર્શન હેઠળ સમ્રગ ખેડા જિલ્લામાં હેલ્થ ચેક અપ કરવામાં આવશે.
જેમાં પ્રવેશ લેનાર તમામ બાળકોની નોંધણી, વજન, ઉંચાઇ બોડીમાસ ઇન્ડેક્ષ માપવામાં આવશે. તમામ બાળકોના આભા કાર્ડ સી.એચ.ઓ અને નોડલ શિક્ષક દ્વારા જનરેટ કરવામાં આવશે. દરેક બાળકના હીમોગ્લોબીનની ચકાસણી કરવામાં આવશે. આંખોની તપાસ ઇ-કાર્ડ દ્વારા કરવામાં આવશે. તમામ બાળકોનું (Head To Toe) સ્ક્રીનીંગ કરવામાં આવશે. અને હેલ્થ પોર્ટલ પર એન્ટ્રી કરવામાં આવશે જે ડેટા ડાયરેકટ શિક્ષણ વિભાગને દીક્ષા પોર્ટલ પર ટ્રાન્સફર થઇ જશે.
જરુરીયાત વાળા બાળકોની સ્થળ પર જ સારવાર આપવામાં આવશે. વધુ સારવારની જરુરીયાત વાળા બાળકોને રીફર કરવામાં આવશે. બાળકોના પર્સનલ હાઇજીન બાબતે આઇઇસી કરવામાં આવશે. ધોરણ- ૫ અને ધોરણ-૧૦ના બાળકોને ટી ડી વેકસીન આપીને સુરક્ષીત કરવામાં આવશે.
૦૦૦
|
