શ્રીયુત જી.ડી. શાહ હાઈસ્કૂલ ના આચાર્યશ્રી ડૉ. સતિષભાઈ એસ કચ્છાલા વય મર્યાદાના કારણે નિવૃત થતા તેમનો અભિવાદન સમારોહ સ્વ. શ્રી હસમુખરાય ગોકળદાસ શાહ મેમોરિયલ ટ્રસ્ટ તથા ગુજરાત રાજ્ય એવોર્ડી શિક્ષક (જામનગર જિલ્લો) ના સયુંકત ઉપક્રમે તા ૧૦/૬/૨૦૨૩ ના રોજ જી.ડી. શાહ સ્કૂલ બિલ્ડીંગ, લાલવાડી, જામનગર ખાતે યોજાયેલ. આ સમારોહ માં અધ્યક્ષ તરીકે ટ્રસ્ટ ના મેનેજીંગ ટ્રસ્ટીશ્રી જતીનભાઈ શાહ, ઉપાધ્યક્ષ તરીકે ટ્રસ્ટના માનદ મંત્રીશ્રી ભરતભાઈ શાહ, મુખ્ય મેહમાન તરીકે ગુજરાત માધ્યમિક અને ઉચચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્ય તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં સેનેટ સભ્ય તથા અખિલ ગજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના મહામંત્રીશ્રી ડૉ. પ્રિયવદનભાઈ કોરાટ તથા અતિથિ વિશેષ તરીકે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધયમિક બોર્ડના ભૂતપૂર્વ સભ્ય તથા જામનગર શાળા સંચાલક મંડળના પ્રમુખ શ્રી ઘનશ્યાસિંહ ઝાલા ઉપસ્થિત રહેલા . આ સમારોહમાં અન્ય સ્કૂલના ટ્રસ્ટીશ્રીઓ, આચાર્યશ્રીઓ, શિક્ષકો, જી ડી શાહ સ્કૂલના ભૂતપૂર્વ શિક્ષકો, હાલના શિક્ષકો, વિદ્યાર્થી તથા વિદ્યાર્થીનીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ. ટ્રસ્ટ દ્વારા સૌ પ્રથમ શ્રી પ્રિયવદનભાઈ કોરાટ તથા શ્રી ઘનશ્યામસિંહ ઝાલાનું પુષ્પગુચ્છથી સ્વાગત કરી અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ. ત્યારબાદ ટ્રસ્ટ દ્વારા સમારોહમાં હાજર રહેલ જી.ડી. શાહ હાઈસ્કૂલના ભૂતપૂર્વ શિક્ષકોનું સ્મૃતિચિન્હ રૂપી ભેટ આપીને સન્માન કરવામાં આવેલ અને સમારોહમાં હાજર જામનગર જિલ્લાના તમામ એવોર્ડી શિક્ષકોનું મેમેન્ટો દ્વારા સન્માન કરવામાં આવેલ.
ત્યારબાદ ટ્રસ્ટ દ્વારા મેમેન્ટો, શાલ ઓઢાડી અને સન્માનપત્ર આપીને નિવૃત થયેલ આચાર્ય શ્રી એસ ડી કછાલા સાહેબનું હાજર રહેલ ટ્રસ્ટીગણ દ્વારા સન્માન કરવામાં આવેલ. કાર્યક્રમનો દોર આગળ ઉપર એવોર્ડી ટીચરો દ્વારા સંભાળી લઇ તેમના દ્વારા શ્રી એસ.ડી. કચ્છાલા સાહેબનું શુભેચ્છા પત્ર, અન્ય ભેટ આપીને સન્માન કરવામાં આવેલ.
સમારોહમાં ઉદ્દબોધન કરતા મુખ્ય મહેમાનશ્રી ડૉ.પ્રિયવદનભાઈ કોરાટ, સંસ્થાના માનદ મંત્રીશ્રી ભરતભાઈ શાહ તથા સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટીશ્રી જતીનભાઈ શાહ સહીત મહેમાનોએ શ્રી એસ.ડી. કચ્છાલા સાહેબની જી.ડી. શાહ સસ્કૂમાં ૨૩ વર્ષની આચાર્યશ્રી તરીકેની કારકિર્દીને ખુબ બિરદાવેલ. સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટીશ્રીએ સંસ્થાને તથા શાળાને નવી ઊંચાઈ ઉપર લઇ જવા માટેનીશ્રી એસ.ડી. કચ્છાલા સાહેબની નિસ્વાર્થ મહેનત અને આચાર્ય તરીકે એક સફળ સુકાનીની ભૂમિકા નિભાવવા બદલ તમામ ટ્રસ્ટીગણ વતી તેમનો આભાર માનેલ અને આગળ ઉપર સ્વસ્થ અને પ્રવૃતિમય રહેવા માટેની શુભેચ્છા પાઠવેલ.
અંતમાં શાળાના પ્રાથમિક વિભાગના આચાર્યશ્રી નિલેશભાઈ મહેતાએ આભારદર્શન કરતા હાજર રહેલા સૌ મહાનુભાવો તથા આમંત્રિતોનો આભાર માનેલ અને કાર્યક્રમનું સમાપન કરેલ……
રિપોર્ટર ,:: શરદ એમ.રાવલ.
તા.જોડિયા.જી.જામનગર.
ગામ :: હડિયાણા…….


