છોટાઉદેપુર જિલ્લામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સવારના ચાર વાગ્યાથી સવારના 10 વાગ્યા સુધી પાવીજેતપુર માં પોણા ચાર ઈંચ , છોટાઉદેપુરમાં સાડા ત્રણ ઈંચ, બોડેલીમાં અઢી ઇંચ જ્યારે કવાંટ માં બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જિલ્લામાં વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા ની શરૂઆત થઈ ગઈ છે. તો ભારે વરસાદના કારણે જિલ્લાના નદી નાળાઓ પણ છલકાયા છે. જિલ્લાની જીવાદોરી સમાન ઓરસંગ નદીમાં ભારે પાણીની આવક થઈ છે. છોટાઉદેપુર નજીક નદી ઉપરનો આડબંધ ઓવરફ્લો થયો છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
