Gujarat

રાજકોટના ગોંડલ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ

રાજકોટ
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજકોટમાં પણ ભારે વરસાદ વરસ્યો છે. રાજકોટના ગોંડલ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. રાજકોટમાં વહેલી સવારથી જ વરસાદ વરસ્યો છે. રાજકોટમાં ૩ ઈંચ વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારમાં પાણીમાં ભરાયા છે. શહેરના મુખ્ય રાજમાર્ગો પર પાણી ફરી વળ્યા છે. ઉમવાડા અંડર બ્રિજમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. ભારે વરસાદના કારણે શહેરીજનોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. તો ખેડામાં પણ ભારે વરસાદના પગલે વરસાદી પાણીમાં કાર ફસાઈ છે. ખેડાના નડિયાદના શ્રેયસ ગરનાળામાં કારમાં સવાર એક વ્યક્તિ પાણીમાં ફસાયો હતો.જેનું ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યુ છે.

File-02-Page-08.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *