Gujarat

ચાણોદમાં એક ગાય ૧૨ ફૂટ ઊંડી ગટરમાં ખાબકી

સ્થાનિક યુવાનોએ દોરડાં અને લાકડી વડે ગાયને ભારે જહેમત બાદ બહાર કાઢી

વડોદરાના ડભોઇમાં આવેલા ચાણોદમાં એક ગાય ૧૨ ફૂટ ઊંડી ગટરમાં ખાબકી છે. તો સ્થાનિકોએ એકત્ર થઇને રેસ્ક્યુ કામગીરી હાથ ધરી છે. ચાણોદના શેષ નારાયણ ટેકરા વિસ્તારમાં એક ગાય રસ્તા પરથી પસાર થતી હતી. તે દરમિયાન ગટરમાં ખાબકી હતી. આ દરમિયાન સ્થાનિક યુવાનોએ એકત્ર થઇને રેસ્ક્યુ કર્યું છે. દોરડાં અને લાકડી વડે ગાયને ભારે જહેમત બાદ બહાર કાઢી હતી. સદનસીબે ગાયને બચાવી લેવામાં આવી છે.

મહત્વનું છે કે પૂર આવ્યા બાદ ઠેર-ઠેર ગટરના ઢાંકણાં બેસી ગયા છે. તો ક્યાંક રોડ તૂટી ગયા છે. જેને લઇ આ પ્રકારની ઘટના બની છે. તો તાત્કાલિક ધોરણે તંત્રએ ઠેર-ઠેર ખુલ્લી પડેલી ગટરોને રિપેર કરીને બંધ કરવી જરૂરી છે. નહીંતર અવારનવાર આ પ્રકારની ઘટના બનવાની સંભાવના છે.

File-02-Page-07.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *