Gujarat

મહીસાગર જિલ્લામાં આદિવાસી સમાજની મહિલાઓ વરસાદની ભીખ માંગવા નીકળી

મહીસાગર
સમગ્ર મહીસાગર જિલ્લામાં ચોમાસાની પ્રારંભમાં સારો વરસાદ થતાં ખેડૂતોએ આગામી સમયમાં પણ સારો વરસાદ થશે તે આશાએ ખેતીના શ્રીગણેશ કરીને પોતના ખેતરોમાં વાવણી કરી દીધી હતી. પરંતુ સમગ્ર ઓગષ્ટ મહિનામાં વરસાદ નહિ થતા ખેડૂતોના ખેતરનો ઉભો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. જાે આવનાર દિવસોમાં વરસાદ નહિ વરસે તો ખેડૂતોને તેમજ પશુપાલન કરતા પશુપાલકો માટે માથે હાથ દઈને રોવાનો વારો આવી શકે છે ત્યારે આવનાર સમયમાં વરસાદ થાય અને ખેતીના પાકને જીવતદાન મળે તે માટે મેઘરાજાને મનાવવા અવનવા નુસખા અપનાવવામાં આવતા હોય છે તેમજ વરસાદ આવે તે માટે વિવિધ સમાજમાં વર્ષો જૂની વિવિધ માન્યતાઓ પણ છે અને આવીજ એક માન્યતા આદિવાસી સમાજમાં પણ જાેવા મળે છે. વરસાદ વરસે તે માટે આદિવાસી સમાજ દ્વારા મેઘરાજાને રીઝવવા આદિવાસી સમાજની મહિલાઓ આદિવાસી શૈલીમાં વરસાદની ભીખ માંગવામાં ઘરે ઘરે નીકળતી હોય છે મહીસાગર જિલ્લામાં વરસાદ સરેરાશ ઓછો છે ત્યારે ખાનપુર તાલુકાના છેવાડા ગામોમાં આદિવાસી મહિલાઓ વરસાદ માંગવા માટે નીકળી હતી. રાજસ્થાનની સરહદે અડીને આવેલા ખાનપુર તાલુકાના છાણી ગામે આદિવાસી મહિલાઓ વરસાદ માંગવા નીકળી હતી અને આદિવાસી સમાજની એક માન્યતા એવી પણ છે કે સ્થાનિક લોકગીત ગાઈને ઘરે ઘરે જઈ વરસાદ માંગવામાં આવે તો વરસાદ આવતો હોય છે ત્યારે સ્થાનિક આદિવાસી મહિલાઓ ટોળી બનાવી આદિવાસી શૈલીમાં ગીતો ગાતી વરસાદ માંગવા નીકળે છે અને જેનો આ વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, આદિવાસી સમાજની વરસાદ લાવવાની અનોખી માન્યતાથી વરસાદ આવશે કે કેમ તે તો આવનાર નજીકના દિવસોમાં ખબર પડશે.

File-02-Page-11.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *