Gujarat

જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં  કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાએ તાત્કાલિક દબાણ દૂર કરવા આપ્યા નિર્દેશ  

વંથલી તાલુકાના કણજા ગામના વોર્ડ નં.-૧૦માં નિર્માણ પામનાર આંગણવાડીની જગ્યા પર દબાણ કરવામાં આવ્યું હતું. આ પ્રશ્નને નીલમબેન ભવસુખભાઈ ઘોડાદ્રાએ જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં કલેકટર શ્રી અનિલ કુમાર રાણાવસિયા સમક્ષ રજૂ કર્યો હતો.

કલેકટરશ્રીએ ગેરકાયદે દબાણ થયેલ જગ્યાને ત્વરિત ખુલ્લી કરવા માટે સંબંધિત અધિકારીઓને નિર્દેશ આપ્યા હતા. આ સાથે સ્થળ પરની દિવાલને તોડી પાડવા માટે પણ સૂચના આપવામાં આવી હતી.

અરજદાર નીલમબેન ઘોડાદ્રાના પ્રશ્નોનું સુ:ખદ નિરાકરણ થયાનું રાજીપો વ્યક્ત કરતા કહે છે કે, કલેક્ટરશ્રીએ અમારા પ્રશ્નને ખૂબ નિરાંતે સાંભળી તેનું નિરાકરણ લાવ્યું છે. આ માટે તેમણે જિલ્લા વહીવટી તંત્ર અને કલેક્ટરશ્રીનો આભાર પ્રગટ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, કણજા ગામે મનરેગા યોજના હેઠળ આંગણવાડી નિર્માણ પામશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *