Gujarat

છેલ્લા એક વર્ષમા બ્રેઇનડેડ ૧૪૩ અંગદાતા પરિવારજનોએ સ્વજનના અંગદાનનો ર્નિણય કરીને અનેક લોકોને નવજીવન બક્ષ્યું

અમદાવાદ
અમદાવાદ સિવિલ મેડિસિટીમાં ર્જીં્‌્‌ર્ં અને ય્ેં્‌જી દ્વારા આયોજિત કાર્યક્રમમાં રાજ્યના ૧૪૩ અંગદાતા પરિવારજનોનું ઋણ સ્વીકાર કરીને બહુમાન કરાયું હતું. છેલ્લા એક વર્ષમા રાજ્યની વિવિધ હોસ્પિટલમાં બ્રેઇનડેડ ૧૪૩ અંગદાતા પરિવારજનોએ સ્વજનના અંગદાનનો ર્નિણય કરીને અનેક લોકોને નવજીવન બક્ષ્યું છે. તે તમામ પરિવારજનોનું ઋણ સ્વીકાર કરતાં બહુમાન કરાયું હતું. ઉપસ્થિત મહાનુભાવોનું વિવિધ અંગોનુ ટ્રાન્સપ્લાન્ટ કરાયેલ દર્દીઓ દ્રારા બહુમાન કરાયું હતુ. આરોગ્ય વિભાગના કમિશનરશાહમિના હુસેને કહ્યુ હતુ કે, સરકારી હોસ્પિટલમાં અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટનું ગુજરાત મોડલ અન્ય રાજ્યો માટે પ્રેરણારૂપ છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય એટલે કે મા યોજના અને સ્કુલ હેલ્થ પ્રોગ્રામ અંતર્ગત ટ્રાન્સપ્લાન્ટ સંપૂર્ણપણે નિઃશુલ્ક ઉપલબ્ધ બન્યું છે. કમિશ્નરે આગળ કહ્યુ હતુ કે, આજે રાજ્યનો ગરીબ કે મધ્યમવર્ગીય દર્દી પણ રાજ્યની સરકારી હોસ્પિટલમાં આયુષ્માન યોજના અંતર્ગત નિઃશુલ્કપણે ટ્રાન્સપ્લાન્ટ કરાવી શકે છે. તેમણે અંગદાતાઓના ઋણ સ્વીકાર કાર્યક્રમમાં તાજેતરમાં ગુજરાતને અંગદાનન ક્ષેત્રે ઇનોવેશન સ્ટેટ કેટેગરીમાં મળેલ પ્રધાનમંત્રી એક્સલન્સ એવોર્ડ તમામ અંગદાતા પરિવારજનો તેમજ અંગોના રીટ્રાઇવલ અને ટ્રાન્સપ્લાન્ટ સાથે સંકળાયેલ તમામ લોકોને સમર્પિત કર્યો હતો. ર્જીં્‌્‌ર્ં ના કન્વીનર અને ય્ેં્‌જી ના ફઝ્ર ડૉ. પ્રાંજલ મોદીએ આ ક્ષણે કિડની ઇન્સ્ટિટ્યૂટના સ્થાપક ડૉ.એચ.એલ.ત્રિવેદીની સંધર્ષગાથાને યાદ કરીને લોકો સમક્ષ ઉજાગર કરી હતી. એક દિવસમાં એક ટ્રાન્સપ્લાન્ટથી શરુ કરાયેલ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ આજે દિવસના ૧૩ ટ્રાન્સપ્લાન્ટ સુધી પણ પહોંચ્યું છે. કિડની ઇન્સ્ટિટ્યૂટમા અત્યાર સુધીમાં ૬૦૦ સફળ લીવર ટ્રાન્સપ્લાન્ટ થયા છે. ૨૫ વર્ષ અગાઉ ૨૩ જુલાઇ ૧૯૯૭ એ કિડનીના કેડેવર ટ્રાન્સપ્લાન્ટથી શરુ થયેલ કિડની ઇન્સ્ટિટ્યૂટની સફર આજે લીવર, સ્વાદુપિંડ, ગર્ભાશયના ટ્રાન્સપ્લાન્ટ સુધી પહોંચી છે. અંગદાતા ઋણ સ્વીકાર કાર્યક્રમમાં કિડની ઇન્સ્ટિટ્યૂટના સ્થાપક ડૉ.એચ.એલ.ત્રિવેદીના ધર્મપત્ની સુનીતાબેન ત્રિવેદી, સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ ડૉ.રાકેશ જાેશી સહિત મોટી સંખ્યામાં અંગદાતા પરિવારજનો ઉપસ્થિત રહ્યાં હતા. આ સાથે જ અંગદાન અંગેની પ્રેરણા આપવા માટે પ્રયાસોની પણ સરાહના કરવામાં આવી હતી.

File-02-Page-09.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *