Gujarat

વડોદરામાં હોસ્પિટલ કમ્પાઉન્ડ જ દારુની મહેફીલ માણવાનુ સ્થળ બન્યુ

વડોદરા
જીજીય્ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં અસમાજીક તત્વોએ અડ્ડો જમાવી દીધો છે. અસામજીક તત્વો હોસ્પિટલ કમ્પાઉન્ડમાં જ દારુની મહેફીલ માણવાનુ સ્થળ બન્યુ હોય એવા દ્રશ્યો જાેવા મળી રહ્યા છે. અસામાજીક તત્વો અહીં લોકોને પરેશાનતો કરી જ રહ્યા છે. પરંતુ સાથે સાથે દર્દીઓના સગાઓની સાથે પણ ઘર્ષણ કરતા હોવાના અનેક વાર કિસ્સાઓ સામે આવ્યા છે. હોસ્પિટલ વિસ્તારમાં આવેલા રૈન બસેરા આસપાસ દારુની ખાલી બોટલોનો જથ્થો મળી આવ્યો હતો. રેન બસેરા પાસેથી મોટા પ્રમાણમાં દારુની ખાલી બોટલો મળી આવ્યો હતો. આજે બીજા દિવસે પણ દારુની બોટલો મળી આવી હતી. જેને લઈ હોસ્પિટલમાં રાખવામાં આવેલી સુરક્ષા એજન્સીઓની કામગીરી પર સવાલો સર્જાયા હતા. સાથે જ રાવપુરા પોલીસ પર પણ સવાલો સર્જાયા હતા. રેન બસેરા બહારથી આવતા દર્દીઓના સગાઓને રોકાવા માટે નિર્માણ કરવામાં આવ્યુ હતુ. જ્યાં રાજસ્થાન અને મધ્યપ્રદેશ વિસ્તારથી આવતા દર્દીઓના પરિવાજનો રોકાતા હતા પરંતુ આ વિસ્તાર પણ જાણે સંપૂર્ણ પણે અસમાજીક તત્વોએ કબ્જાે જમાવી લીધો હોય એમ લાગે છે.

File-02-Page-13.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *