Gujarat

ઈઝરાયલ-હમાસ યુદ્ધમાં ઈઝરાયલના વડાપ્રધાનની બેન્જામિન નેતન્યાહુની પત્નીએ અમેરિકાના રાષ્ટ્રપતિની પત્નીને પત્ર

હાલમાં ચાલી રહેલા ઈઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુની પત્ની સારાહ બેન્જામિનએ અમેરિકાની ફર્સ્ટ લેડી અને અમેરિકાના રાષ્ટ્રપતિની પત્ની જિલ બાઈડનને પત્ર લખીને હમાસે ગાઝામાં ઈઝરાયેલના ઘણા નાગરિકોને બંધક બનાવ્યા જેમાં ઘણા માસૂમ બાળકો પણ સામેલ છે તે બાળકોને મુક્ત કરવાની અપીલ કરી. હાલ હમાસ અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં અત્યાર સુધીમાં અનેક નિર્દોષ લોકોના મોત થયા છે. યુદ્ધ દરમિયાન, હમાસ લડવૈયાઓએ મહિલાઓ, વૃદ્ધો અને બાળકો સહિત ઘણા ઇઝરાયેલી નાગરિકોને બંધક બનાવ્યા છે.

બંધકોની તસવીરો સામે આવી છે, જેને જાેઈને કોઈનું પણ દિલ દ્રવી જશે. જાેકે, ઈઝરાયેલ પોતાના નાગરિકોને છોડાવવા માટે તમામ શક્ય પ્રયાસો કરી રહ્યું છે. આ દરમિયાન ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુની પત્ની સારા બેન્જામિન પણ આગળ આવી છે. આ મામલેમાં તેમણે અમેરિકાની ફર્સ્ટ લેડી જીલ બાઈડનને પત્ર લખીને બંધકોને છોડાવવાના પ્રયાસોની માંગ કરી છે. સારાહ બેન્જામિનએ પોતાના પત્રમાં એક ગર્ભવતી મહિલાનો ઉલ્લેખ કર્યો છે.

તેમણે કહ્યું કે હમાસના આતંકવાદીઓ દ્વારા બંધક બનાવવામાં આવેલા લોકોમાંથી એક ગર્ભવતી હતી, તે માતા બનવાની હતી, અપહરણ કર્યા બાદ તેણે આતંકવાદીઓની કેદમાં પોતાના બાળકને જન્મ આપ્યો હતો.. આ સિવાય સારાહ બેન્જામિને કહ્યું કે જ્યારે આતંકવાદીઓ તેને તેના નવજાત બાળક સાથે પકડી રાખતા હતા, ત્યારે તે મહિલા કેવા દર્દમાંથી પસાર થઈ રહી હશે, તે કેવી પીડા અને વેદનામાંથી પસાર થઈ રહી હશે, તમે પણ મારી જેમ જ કલ્પના કરી શકો છો. સારાહ બેન્જામિને જીલ બાઈડનને મહિલા અને ઈઝરાયેલના બાળકોને મુક્ત કરવા કહ્યું છે. સારાએ તેના પત્રમાં ગાઝામાં હમાસ દ્વારા બંધક બનાવાયેલા બાળકો અને શિશુઓની પરિસ્થિતિ અને દુર્દશાનું વર્ણન કર્યું હતું.

તેણે અમેરિકાની ફર્સ્ટ લેડીને કહ્યું કે હમાસના આતંકવાદીઓએ ૩૨ બાળકોને પાંચ અઠવાડિયાથી વધુ સમયથી બંધક બનાવી રાખ્યા છે. તેમણે કહ્યું કે આ બાળકો માનસિક સમસ્યાઓમાંથી પસાર થઈ રહ્યા છે. સારાહ બેન્જામિનએ જણાવ્યું હતું કે અપહરણ કરાયેલા બાળકો માત્ર અપહરણની પીડાથી પીડાતા નથી, પરંતુ તેમની નજર સામે તેમના ભાઈ-બહેન અને તેમના પરિવારના સભ્યોની ર્નિદયતાથી હત્યા કરવામાં આવી રહી છે. આ બધું જાેવું આ બાળકો માટે કેટલું દુઃખદાયક હશે. સારા નેતન્યાહુએ કહ્યું કે માતા હોવાના નાતે તે આ પત્ર લખી રહી છે. તેણીએ કહ્યું કે આ બાળકો વતી, તેણી જીલ બાઈડનને વિનંતી કરે છે કે તેઓ તેમને તાત્કાલિક મુક્ત કરે.. તમને જણાવી દઈએ કે ૭ ઓક્ટોબરે હમાસના આતંકવાદીઓએ ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો. જેમાં ૧૨૦૦થી વધુ ઈઝરાયેલ નાગરીકો માર્યા ગયા હતા. આ સમય દરમિયાન હમાસે લગભગ ૨૦૦ નાગરિકોને બંધક બનાવ્યા હતા, જેમાં ઘણા નિર્દોષ બાળકો પણ સામેલ હતા.

આમાંના કેટલાક ઉમર લાયકોને હમાસ દ્વારા સ્વાસ્થ્યના કારણોસર મુક્ત પણ કરવામાં આવ્યા હતા. ઈઝરાયેલી સેનાએ ગાઝાની સૌથી મોટી હોસ્પિટલ અલ શિફા પર હુમલો કર્યો હતો. સેનાનો આરોપ છે કે હમાસ દ્વારા હોસ્પિટલનો ઉપયોગ દર્દીઓની સારવાર માટે જ નહીં પરંતુ આતંકવાદ માટે પણ કરવામાં આવે છે. આ સાથે સેનાએ એવો પણ દાવો કર્યો છે કે હમાસે હોસ્પિટલમાં બંધકોને રાખ્યા છે.

Page-10.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *