Gujarat

જેતપુર પાવી પોલીસ દ્રારા ગણનાપાત્ર કેસ કરી કુલ કિ રૂ.૩૩,૦૨૦/- નો મુદામાલ કબજે કરી તહોદારણબેનોને પકડી પાડવામા આવી  

આઇ.જી.શેખ,પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ છોટાઉદેપુર જિલ્લામાં પ્રોહી/જુગારની પ્રવુતિ સદંતર રીતે નેસ્તનાબુદ કરવા પ્રોહી/ડ્રાઈવ રાખવામા આવેલ અને જીલ્લાના તમામ થાણા અમલદારઓને પ્રોહીની ગેરકાયદેસરની પ્રવ્રુતિ હેરાફેરી કરતા ઈસમો ઉપર વોચ રાખી અસામાજીક પ્રવ્રુતિ સદંતર રીતે નેસ્ત-નાબુદ થાય તે રીતેની કાર્યવાહી કરવા જરૂરી સુચનાઓ આપવામા આવેલ. જે આધારે કે.એચ.સુર્યવંશી, નાયબ પોલીસ અધિક્ષક, છોટાઉદેપુર ડીવીઝન નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ આજરોજ જેતપુર પાવી પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ જેતપુર પાવી પોલીસ સ્ટેશનમા પ્રોહીની હેરાફેરી કરતા વાહનોનુ વનકુટીર ત્રણ રસ્તા પાસે વાહન ચેકીંગ કરતા હતા તે વખતે બાતમી હકિક્ત આધારે છોટાઉદેપુર થી જુનાગઢ તરફ જતી સરકારી બસ જેનો રજી.નંબર GJ-18-2-7231 મા પ્રોહી મુદામાલની હેરાફેરી કરતી ત્રણ મહિલાઓ કાળીબેન ધાણુક સમદીબેન ધાણુક રેખાબેન ધાણુક ને ભારતીય બનાવટની નાની મોટી બોટલો નંગ ૨૯૮ જેની કુલ કિ રૂ.૩૩,૦૨૦/- નો મુદ્દામાલ કબજે કરવામા આવેલ છે. આમ જેતપુર પાવી પોલીસ દ્રારા ગણનાપાત્ર કેસ કરવામા સફળતા મળેલ છે. –પકડાયેલ તહીદારણ બેનો ઃ-
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20230825-WA0049.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *