જૂનાગઢ શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા તા.૧૪ અને ૧૫ જુનના રોજ યોજાનાર બેઠક મોકુફ રાખવામાં આવી છે.
જૂનાગઢ શહેરી વિકાસ સત્તા મંડળ વિસ્તારમાં સમાવિષ્ટ મુસદારુપ નગર રચના યોજના નં. ૩ ( ચોબારી અને ટીંબાવાડી) તથા મુસદ્દારુપ નગરરચના યોજના નં.૬ જોષીપરાની સીમમાં આવેલ જમીનોની પુનઃરચના કરી કામચલાઉ દરખાસ્તો જૂનાગઢ શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા તૈયાર કરવામાં આવી છે.
આ પુનઃરચનાની કામચલાઉ દરખાસ્તોની સમજૂતી તથા જાહેર જનતાના સલાહ સૂચનો, લોકમત, અને વાંધાઓ માટે, ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ નિયમો ૧૯૭૯ ના નિયમ નં. ૧૭ હેઠળ સત્તામંડળ તરફથી જમીન માલિકો, સંસ્થાઓ તથા હિત સંબંધ ધરાવનાર ઈસમોની બેઠકનું આયોજન તા.૧૪ અને તા.૧૫ જૂનના રોજ કરવામાં આવ્યું હતું. વાવાઝોડાની આગાહી અને સંભવિત સ્થિતિને કારણે આ બેઠક મોકુફ રાખવામાં આવી છે, તેમ મુખ્ય કારોબારી અધિકારી જૂનાગઢ શહેરી વિકાસ સત્તા મંડળની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
