માર્ગ અને મકાન રાજ્ય વિભાગ દ્વારા રસ્તાઓ પરથી વૃક્ષો હટાવવાની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે. વાવાઝોડાના પગલે ભારે પવન અને વરસાદથી ધંધુસર રવની મેંદરડા, વિસાવદર રોડ, વંથલી, માણાવદર રોડ, કરેણી, મેંદરડા, સાસણ રોડ, અજાબ રોડ પર જૂનાગઢના સર્કિટ હાઉસ ખાતે, ભેસાણ રોડ પર વૃક્ષો ધરાશાયી થયા હતા. જે અન્વયે માર્ગ અને મકાન વિભાગની ટીમ દ્વારા જેસીબી ડમ્પર મશીનરીની મદદ વડે ગણતરીની કલાકોમાં જ રસ્તા ઉપર થી વૃક્ષો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
જુનાગઢ શહેર માર્ગ અને મકાન પેટા વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી વી.એ. ગોસ્વામીના જણાવ્યા મુજબ હાલ તાલુકા વાઇસ ૧૭ ટીમની રચના કરવામાં આવી છે. આ ટીમ દ્વારા વિવિધ તાલુકાઓમાં વૃક્ષો હટાવવાની કામગીરી અને રોડ ટ્રાફિકેબલ કરવાની કામગીરી પુરજોશમાં થઈ રહી છે.


