માણાવદર ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે પ્રવેશપત્ર 2023 માટે એડમિશનના ફોર્મ ભરવાની પ્રક્રિયા હાલ ચાલુ છે. જેમાં આઈ.ટી.આઈ.માં ઉપલબ્ધ ફીટર, મેકેનિકલ ડીઝલ, કોમ્પ્યુટર તેમજ સુઇંગ એન્ડ ટેકનોલોજી જેવા ટ્રેડ માટે ધોરણ ૮ થી ૧૦ પાસ ઉમેદવારોએ રૂબરૂ સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે. ફોર્મ રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ 31-8-2023 છે. તેમ ઔદ્યોગિક તાલીમ સંસ્થા માણાવદરના આચાર્ય પી.આર.અપારનાથીની યાદીમાં જણાવ્યું છે.
