ભાવનગર રેન્જ આઇ.જી.ગૌતમ પરમાર નાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાં દારૂ તથા જુગારની.બધી દુર કરવા સાથે સુચના આપેલ હોય, જે અન્વયે અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ નાઓએ દારૂ તથા જુગારની પ્રવૃતી કરતા ઈસમો ઉપર વોચ ગોઠવી સફળ રેઈડો કરવા સુચના આપેલ હોય તેમજ સાવરકુંડલા વિભાગ સાવરકુંડલા નાયબ પોલીસ અધિક્ષક એચ.બી.વોરા આપેલ માર્ગદર્શન આધારે મરીન પીપાવાવ પો.સ્ટે.ના પો.સબ.ઈન્સ. એ.આર.છોવાળા તથા મરીન પીપાવાવ પો.સ્ટે.ના પોલીસ સ્ટાફ દ્વારા ચોક્કસ બાતમી આધારે રામપરા ગામે જાહેરમાં જુગાર રમતા બે ઇસમોને રોકડા રૂ.૧૩,૭૧૦/- ના મુદામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
પકડાયેલ આરોપીઓઃ-
(૧) જીવણાભાઈ ટપુભાઇ રામ ઉ.વ- ૫૯ ધંધો- ખેતી રે. રામપરા- ૨ તા- રાજુલા જી- અમરેલી
(૨) નામ રૂખડભાઇ રામભાઇ પટાટ ઉ.વ- ૪૭ ધંધો- પ્રા.નોકરી રે, રામપરા-૨ તા- રાજુલા જી- અમરેલી
→મળી આવેલ
મુદામાલઃ–
રોકડા રૂ.૧૩,૭૧૦/- તથા ગંજીપતાના પાના નંગ- પર કિં.રૂ- ૦૦/- મળી કુલ કિ.રૂ-૧૩,૭૧૦/- નો મુદ્દામાલ
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ નાઓની સુચના તથા સાવરકુંડલા વિભાગ સાવરકુંડલા નાયબ પોલીસ અધિક્ષક એચ.બી.વોરા.નાઓએ આપેલ માર્ગદર્શન હેઠળ પીપાવાવ મરીન પો.સ્ટે. ના પો,સબ.ઇન્સ. એ.આર.છોવાળા તથા અના.એ.એસ.આઇ. હિંમતભાઈ રાઠોડ તથા પો.કોન્સ. અજયભાઇ વાઘેલા તથા રામભાઇ મેપાળ તથા કુલદિપસિંહ પરમાર વિગેરે પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

