Gujarat

ગુજરાતમાં મેઘમહેર યથાવત્‌, ધંધુકામાં સૌથી વધુ ૫ ઈંચ વરસાદ

અમદાવાદ
ગુજરાત સહિત દેશભરમાં વરસાદી માહોલ છવાયેલો છે. દેશના કુલ ૨૦ રાજ્યોમાં મેઘાની જમાવટ છે. ત્યારે ગુજરાતમાં મેઘમહેર યથાવત્‌ છે. ૨૪ કલાકમાં ૩૨ જિલ્લાના ૧૮૮ તાલુકામાં વરસાદ છે. સૌથી વધુ ધંધુકામાં ૫ ઈંચ વરસાદ ખાબક્યો છે. પોરબંદર શહેરમાં ૪.૫ ઈંચ વરસાદ વરસ્યો છે. જામનગર શહેરમાં પણ ૪.૫ ઈંચ વરસાદ વરસ્યો છે. રાજ્યના ૮૦ તાલુકાઓમાં ૧ ઈંચથી વધારે વરસાદ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશ ૩૮.૨૮ ટકા વરસાદ નોંધાયો છે. સૌથી વધુ કચ્છમાં સીઝનનો સરેરાશ ૯૯.૭૩ ટકા વરસાદ વરસી ચુક્યો છે. સૌરાષ્ટ્રમાં સરેરાશ ૫૫ ટકા, ઉત્તર ગુજરાતમાં ૩૭ ટકા વરસાદ વરસ્યો છે. મધ્ય ગુજરાતમાં સરેરાશ ૩૭ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૨૯ ટકા સીઝનનો વરસાદ નોંધાયો છે.

File-02-Page-03.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *