Gujarat

મહુધાના  ખલાડી ખાતે મિલેટ્સની વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું.

મકસુદ કારીગર,કઠલાલ
2023 – 24 મિલેટ વર્ષ અંતર્ગત મહુધા ધટકના ચુણેલ સેજામાં ખલાડી ગામ મિલેટ્સની વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વાનગી સ્પર્ધામાં તમામ કાર્યકર બહેનો એ મિલેટ માંથી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક જુદી જુદી વાનગીઓ બનાવી હતી. જેનું નિરીક્ષણ કરીને 1, 2, 3 નંબર આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા સભ્યશ્રી વિજયભાઈ, તાલુકા મહામંત્રી નરસિંહભાઈ, ગામના સરપંચશ્રી અરૂણભાઈ, સીડીપીઓશ્રી ભુમિકાબેન મોદી, મુખ્ય સેવિકા, NNM BC, ANM નર્સ બહેન હાજર રહ્યા હતા. સાથોસાથ ગામની કિશોરીઓ અને સગર્ભા તેમજ છાત્રી ઉપસ્થિત રહ્યા હતા. સીડીપીઓ ભુમિકાબેન દ્વારા મિલેટ વિશે વિસ્તૃત માહિતી આપેલ તેમજ સગર્ભા, છાત્રી, કિશોરીઓ અને અતિ કુપોષિત બાળકોને વધુમાં વધુ મિલેટ ની વાનગીઓ બનાવીને ખોરાકમાં ઉપયોગ લેવા સમજ આપી હતી.

IMG-20230706-WA0017.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *