Gujarat

શહેરી વિકાસના પ્રશ્નો અંગે જામનગર મહાનગરપાલિકા તથા જાડાના અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજતા કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ તથા સાંસદ શ્રી પૂનમબેન માડમ

રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રી શ્રી રાઘવજીભાઈ
પટેલ અને સાંસદ શ્રી પૂનમબેન માડમે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જામનગર શહેરના વિકાસ તથા અન્ય આનુસંગિક
પ્રશ્નોના નિવારણ માટે જિલ્લા કલેક્ટર શ્રી બી.એ.શાહ સહિત જામનગર મહાનગરપાલિકા તથા જાડાના ઉચ્ચ અધિકારીશ્રીઓ
સાથે બેઠક યોજી જરૂરી ચર્ચા વિચારણા કરી હતી.
મંત્રીશ્રીએ આ તકે જામનગરના ભાગોળે આવેલ નાઘેડી, લાખાબાવળ, માધાપર-ભુંગા, ભાવપરા, ગોવર્ધન ગ્રીન સોસાયટી તથા
શહેરના અન્ય વિસ્તારોમાં ડ્રેનેજની સુવિધા, સ્ટ્રીટલાઈટ, નિયમિત પીવાનુ પાણી મળી રહે તે માટેની વ્યવસ્થા, ગંદા પાણીના
નિકાલની વ્યવસ્થા, જે.એમ.સી.ની સીટી બસ સેવા લંબાવવા અંગેની રજૂઆત, માર્ગો પરના ગાંડા બાવળ દુર કરવા, માંગણી
મુજબના સ્થળોએ આંગણવાડી મંજુર કરવી તથા રોડ-રસ્તાને લગતા પ્રશ્નો અંગે લગત અધિકારીશ્રીઓ સાથે વિસ્તારપૂર્વક ચર્ચા કરી હતી અને સત્વરે યોગ્ય કાર્યવાહી હાથ ધરવા જણાવ્યું હતું.

આ બેઠકમાં જિલ્લા કલેકટર શ્રી બી.એ.શાહ, અધિક કલેક્ટર શ્રી બી.એન.ખેર, જામનગર વિસ્તાર વિકાસ સતામંડળના મુખ્ય
કારોબારી અધિકારી શ્રી જિજ્ઞાશા ગઢવી, ઈ.નાયબ મ્યુનિસીપલ કમિશનર શ્રી ભાવેશ જાની, કાર્યપાલક શ્રી સ્ટેટ તથા પંચાયત, સર્વે પ્રાંત અધિકારીશ્રીઓ તથા આગેવાનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *