Gujarat

જૂનાગઢમાં મોહરમ તહેવાર કાયદો વ્યવસ્થા જળવાઈ રહે એ માટે નિમિત્તે ટ્રાફિક નિયમનનું જાહેરનામું       

આગામી તા.૨૯ જુલાઈ   મુસ્‍લીમ બીરાદરોનાં મહોરમ (તાજીયા)નો તહેવાર આવતો હોય  તાજીયાનાં સરઘસ  દરમ્‍યાન મોટી સંખ્‍યામાં મુસ્‍લીમ બીરાદરો ઉપસ્‍થિત રહેવાની સંભાવનાને ધ્યાને લઇને કાયદો અને વ્‍યવસ્‍થા જાળવવા,ટ્રાફીકમાં કોઇ અવ્‍યવસ્‍થા ઉભી ના થાય તથા સુલેહ અને શાંતી જાળવાઇ તે સારૂ અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટશ્રી પી.જી.પટેલ  એ તેમને મળેલ સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા ગિરનાર દરવાજા અને જવાહર રોડ  તરફથી આવે તે સેજની ટાંકી થી દિવાનચોક તરફનો પ્રવેશ બંધ, જગમાલ ચોક થી દિવાન ચોક તરફ  વાહનોની પ્રવેશબંધી, સુખનાથ ચોકથી સંઘાડીયા બજાર તરફ આવતા વાહનોની પ્રવેશ બંધી, જગમાલ ચોક થી માંડવીચોક તરફ આવતા વાહનોની પ્રવેશબંધી, છાયા બજારથી દીવાન ચોક તરફ આવતા વાહનોની પ્રવેશ બંધી, માલીવાડાથી દિવાનચોક તરફ આવતા વાહનોની પ્રવેશ બંધી,   તથા દાણાપિઠ થી સર્કલ ચોક તરફ આવતા વાહનોની પ્રવેશબંધી, ચિતાખાના ચોક થી ઢાલ રોડ તરફ આવવા માટે વાહનોની  પ્રવેશબંધી તા. ૨૮-૭-૨૦૨૩ નાં કલાક ૧૬-૦૦ થી તા. ૩૦-૭-૨૦૨૩નાં ૭-૦૦ કલાક સુધી પ્રવેશબંધી ફરમાવેલ છે. આ જાહેરનામાનાં કોઇપણ ખંડનો ભંગ કરનાર વ્‍યક્તી મુંબઇ પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૧૩૧ માં જણાવેલ શીક્ષાને પાત્ર ઠરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *