Gujarat

ઊના ગીરગઢડા રોડ પર જીનિંગ મીલ માંથી ૧૭૧ થી વધુ વિદેશી દારૂની પેટી ઝડપાય….

બપોરના સમયે એલ સી બી ની ટીમ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો દારૂ દમણની બનાવટનો….
ઊના પંથક વિદેશી દારૂનું એ પી સેન્ટર હોય તેમ વ્યાપક પ્રમાણમાં દારૂની હેરાફેરી થતી હોય અને વિદેશી દારૂની હેરાફેરી કરવી એ હવે
આ વિસ્તારમાં સામાન્ય બાબત બની ગયેલ હોય તેમ દિવ થી રોજ લાખો રૂ. ના દારૂનો જથ્થો ઉના સુધી પહોચતો હોય છે. ત્યારે
આજે બપોરના સમયે ઉના ગીરગઢડા રોડ પર આવેલ એક જીનીંગ મીલમાં વ્યાપક પ્રમાણમાં દારૂનો જથ્થો પડ્યો હોય અને દારૂનું
કટીંગ થતુ હોવાની બાતમી મળતા એલ સી બીના સ્ટાફે આજે આ જીનીંગ મીલમાં ત્રાટકી ૧૭૧ વિદેશી દારૂની પેટીનો જથ્થો પકડી
ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઊના ગીરગઢડા રોડ પર આવેલ સ્ટાન્ડર કોટન જીનિંગ મીલના માલીક હસનેન આશીષઅલી સુમરા તેમજ કાના કાળુ ગોહીલ ધરવી
આ બન્ને શખ્સો દ્રારા જીનિંગ મીલના ગોડાઉનમાં દારૂનો મોટાપાયે જથ્થો રાખેલ હોવાની બાતમી આધારે જીલ્લા એલ સી બી
ટીમના પી આઇના માર્ગદર્શન હેઠળ સ્ટાફે દરોડા પાડતા ૧૭૧ વિદેશી તેમજ બીયરના ટીમની પેટી સહીત કુલ કિ.રૂ.૭.૪૧ લાખથી
વધુનો દારૂ કબ્જે કરી ટ્રેક્ટર મારફતે પોલીસ લાઇન ખાતે લાવામાં આવેલ હતો. આ દારૂના મુદામાલ સાથે બે શખ્સોની અટક કરી
પોલીસે આગળની વધુ પુછપરછ હાથ ધરેલ. આ મોટાપાયે દારૂનો જથ્થો ક્યાથી લાવામાં આવ્યો, ક્યા સપ્લાઇ કરવાનો હતો અને
કેટલા સમયથી આ જીનિંગ મીલમાં દારૂનું કટીંગ થતુ હોવાની સમગ્ર બાબતે પુછપરછ હાથ ધરવામાં આવેલ છે.

-રોડ-પર-આવેલ-જીનિંગ-મીલ-માંથી-171-થી-વધુ-વિદેશી-દારૂની-પેટીનો-મોટાપાયે-જથ્થો-LCB-એ-ઝડપી-પાડ્યો.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *