Gujarat

ગીરગઢડાના મોટા સમઢીયાળા રોડ પરથી ચોરી થયેલ બાઇક સાથે શખ્સ ઝડપાયો….

બાઇકની ચોરી કરનાર હત્યાના ગુન્હામાં સંડોવાયેલ હોય ખાંભા પોલીસે અટક કરેલ છે.
ગીરગઢડાના મોટા સમઢીયાળા થી નાના સમઢીયાળા રોડ પરથી ચોરી થયેલ બાઇક લઇ નિકળેલ શખ્સને ગીરસોમનાથ જીલ્લા એલ
સી બી ટીમે બાઇક મુદામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. બાઇક ચોરી કરનાર અને હત્યાના ગુન્હાનો
આરોપીને ખાંભા પોલીસે અટક કરેલ હોય બન્ને શખ્સો વિરૂધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ..
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ મોટા સમઢીયાળા ગામે રહેતો પ્રવિણ વાલજી સરવૈયાએ બાઇક ખરીદેલ હોય તે બાઇકની ચોરી
કરનાર નરેશ નાનજી વાઘેલા રહે. ફાટસર હાલ ખાંભા રહેતો હોય અને અગાઉ હત્યા, દારૂ સહીતના અલગ અલગ ગુન્હામાં
સંડોવાયેલ છે. હાલ ખાંભા પોલીસે હત્યાના ગુન્હામાં અટક કરેલ છે. આ બાઇક ચોરી કરનાર નરેશ પાસેથી પ્રવિણે ખરીદી કરેલ
હતી. અને મોટા સમઢીયાળા થી નાના સમઢીયાળા ગામે જતા રસ્તા પરથી ચોરી થયેલ બાઇક સાથે પ્રવિણ વાલજી સરવૈયાને
ગીરસોમનાથ જીલ્લા એલ સી બી ના પ્રફુલભાઇ વાઢેર, પ્રવિણભાઇ મોરી, રાજુભાઇ ગઢીયા, તેમજ સંદિપસિંહ ઝણકાટ સહીતની
ટીમે ઝડપી પાડી મુદામાલ કબ્જે કરી પોલીસે આગળની વધુ પુછપરછ હાથ ધરેલ છે. જ્યારે ચોરી કરનાર નરેશ હાલ ખાંભા પોલીસે
અટક કરેલ હોય આ બન્ને શખ્સો વિરૂધ પોલીસે ગુન્હો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

-સમઢીયાળા-રોડ-પર-બાઇક-ચોર-ઝડપાયો-2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *