Gujarat

દીવાસા, મેખડી અને રાજેસરમાં ૨૦૦૦ થી વધુ પશુઓને આશ્રય સાથે ઘાસચારા માટેની વ્યવસ્થા કરવામાં આવી

સંભવિત બિપરજોઈ વાવાઝોડાના પગલે પશુપાલન કચેરી દ્વારા જુનાગઢ જિલ્લા તેમજ અસરગ્રસ્ત તાલુકા માંગરોળ અને માળીયાહાટીનામાં ૬૧ હજારથી વધુ પશુધનની આરોગ્યની તપાસણી કરવામાં આવશે.

જૂનાગઢ જિલ્લાના વાવાઝોડા થી અસરગ્રસ્ત માળિયા તાલુકાના ૧૭,૪૮૦ અને માંગરોળ તાલુકાના ૪૩,૬૫૨ સહિત કુલ પશુધન ૬૧,૧૩૨ને રોગચાળા વિરોધી રસીકરણ કરવામાં આવશે. જુનાગઢ જિલ્લા પશુપાલન કચેરી દ્વારા બિપરજોઈ વાવાઝોડાથી અસરગ્રસ્ત માળિયા અને માંગરોળ તાલુકાના ૪૭ ગામોમાં પશુઓને રોગચાળા વિરોધી રસીકરણ સારવારની કામગીરી છેલ્લા બે દિવસથી હાથ ધરવામાં આવી  રહી છે. જેમાં અત્યાર સુધીમાં ૮,૯૦૦ થી વધુ પશુઓને ગઈ કાલ સુધીમાં રસીકરણ કરવામાં આવ્યું છે.  અને ૧૦૩ પશુઓને સારવાર આપવામાં આવી છે. આ ઉપરાંત અન્ય પશુઓને પણ રસીકરણ, આરોગ્યલક્ષી સારવાર આપવામાં આવનાર છે. સંભવિત બિપરજોઈ વાવાઝોડામાં પશુધનને ઓછામાં ઓછી નુકસાની થાય એ માટે ૭૦ જેટલા અધિકારી કર્મચારીઓને ૧૯ ટીમો તૈયાર કરવામાં આવી છે.

વાવાઝોડા પહેલા સરકારશ્રીની માર્ગદર્શિકા મુજબ પશુ ચિકિત્સા અધિકારીશ્રીની ટીમ લીડર તરીકે નિમણુક કરવામાં આવી છે. પશુ દવાખાનાઓમાં પશુધન નિરીક્ષકશ્રી, ગોપાલ મિત્રો, મૈત્રી ટીમની રચના કરવામાં આવી છે. તેમજ જૂનાગઢ જિલ્લામાં ૧૦ ગામ દીઠ એક હરતા ફરતા પશુ દવાખાનાના વાહનો, સ્ટાફ અને દવાના પૂરતા જથ્થા સાથે અસરગ્રસ્ત તાલુકામાં સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે. તાલુકા કક્ષાએ જરુરી દવાઓ, સાધનો, રસીનો જથ્થો, ઈમરજન્સી કીટ પણ ટીમ દ્વારા તૈયાર કરવામાં આવી છે.

વાવાઝોડા પૂર્વે જન જાગૃત્તિ માટે whatsapp ગ્રુપ પણ બનાવવામાં આવ્યા છે. વાવાઝોડા પૂર્વે દરમિયાન અને પછી પશુપાલનની કાળજી માટે સંદેશાની આપ-લે માટે દરેક તાલુકામાં સરપંચોનું whatsapp ગ્રુપ બનાવી માહિતી પહોચાડવામાં આવે છે.

pasudhan-sarvar-6.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *