માંગરોળ તાલુકાના દીવાસા, મેખડી અને મેંદરડા તાલુકાના રાજેસરમાં ૨૦૦૦ થી વધુ વિચરતા પશુઓને આશ્રય આપવામાં આવ્યો છે. આ આશ્રય સ્થાનો પર ગાય, ભેંસ, ઘેટા, બકરા, ઘોડા સહિતના કુલ વિચરતા ૨૦૦૦ થી વધુ પશુઓ માટે સૂકા ઘાસચારાની વ્યવસ્થા પણ જિલ્લા વહીવટી અને પશુપાલન તંત્ર દ્વારા કરવામાં આવી છે.
