Gujarat

વાવાઝોડાથી રાજ્યમાં ૫૦૦૦થી વધુ વીજ પૉલ ઉખડી ગયાં

અમદાવાદ
ગુજરાતના દરિયાકાંઠે ગઇકાલે બિપરજૉય વાવાઝોડું ટકરાઇ ગયુ છે, અને તે પછી રાજ્યના કાંઠા વિસ્તારોમાં જાેરદાર તબાહીની દ્રશ્યો સામે આવ્યા છે, ઠેર ઠેર ભારે પવનો ફૂંકાઇ રહ્યાં છે અને ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. કેટલાય ગામોમાં મોટુ નુકસાન થયુ છે, ક્યાંક છત, છાપરા ઉડ્યા છે, તો ક્યાંક વીજ પોલ પડવાની ઘટનાઓ ઘટી છે. રાજ્યમાં ભારે પવન અને ધોધમાર વરસાદની સ્થિતિમાં વીજ પોલ પડવાથી અનેક ગામોમાં લાઇટો ગૂલ છે, જાણો તબાહીમાં ક્યાં કેટલા વીજ પૉલ ધરાશાયી થયા છે. માહિતી પ્રમાણે, રાજ્યમાં બિપરજૉય વાવાઝોડાના લેન્ડફૉલ બાદ રાજ્યમાં ભારે પવન ફૂંકયો આ કારણે કુલ ૫૧૨૦ વીજ પૉલ ધરાશાયી થયાની ઘટનાઓ સામે આવી છે. કુલ ૫૧૨૦ વીજ પૉલ ધરાશાયી થયા છે, જેમાંથી અત્યાર સુધી ૧૩૨૦ વીજ પૉલને રીસ્ટૉર થયા છે. વાવાઝોડાથી પ્રભાવિત ૨૬૩ રસ્તામાંથી ૨૬૦ રસ્તા શરૂ કરાયા છે. આ ઉપરાંત ૪૬૨૯ ગામોમા અત્યાર સુધીમાં વીજળી ગુલ થઈ હતી, જેમાંથી ૩૫૮૦ ગામોમા વિજળીને રીસ્ટૉર કરવામા આવી છે.વેરી સિવિયર સાયકલૉનિક સ્ટૉર્મ ઉત્તર પૂર્વ થી સૌરાષ્ટ્ર કચ્છ કોસ્ટ ક્રોસ કર્યું હતું. જખૌ પોર્ટ પાસે રાત્રે ૧૦.૩૦ થી ૧૧.૩૦ વાગ્યા દરમિયાન ક્રોસ કર્યું હતું. રાત્રે ૧૧ વાગ્યાથી ૧૧ઃ૩૦ સુધી લેન્ડ ફોલ પ્રોસેસ રહી હતી. લેન્ડફોલ સમયે ૧૧૫ થી ૧૨૫ કિલોમીટર પ્રતિ કલાક થી લઈને ૧૪૦ કિલોમીટર સુધી પવન રહ્યો હતો. જખૌ પોર્ટ થી ૧૦ કિલોમીટર દૂર ઉત્તર દિશામાં થી વાવાઝોડું પસાર થયું હતું. વાવાઝોડાના આઈના સંપૂર્ણ લેન્ડ ફોલ ૧૦ઃ૩૦ થી ૧૧ઃ૩૦ સુધી થયું હતું. હાલ વાવાઝોડું સૌરાષ્ટ્ર કચ્છ ઉપર યથાવત છે. વાવાઝોડાને વીક થતા થોડો સમય લાગશે. વાવાઝોડું વીક પડીને સાયકલોનિક સ્ટોર્મ થશે અને બાદમાં ડિપ્રેશન બની વાવાઝોડું પૂર્ણ થશે.

File-02-Page-07.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *