Gujarat

જામનગર જિલ્લામાં 'બિપરજોય' વાવાઝોડાંને પગલે જરૂરી પ્રતિબંધાત્મક હુકમો જાહેર કરાયા

હાલમાં પૂર્વ- મધ્ય અરબ સાગરમાં ચક્રવાતી 'બિપરજોય' વાવાઝોડું ઉદભવેલું છે. જે આગામી સમય
દરમિયાન ચક્રવાતી તોફોનોમાં વધુ તીવ્ર બને તેવી શક્યતા છે. જેના પગલે, જામનગર જિલ્લા સહિત સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ખુબ
ઝડપી અને ભારે વરસાદ સાથે પવન ફૂંકાવાની અને ઊંચા દરિયાઈ મોજાઓ ઉછળવાની પ્રબળ શક્યતાઓ રહેલી છે.
જેથી, જામનગર જિલ્લાના દરિયાકિનારાના વિસ્તારમાં ભારે વરસાદી ચક્રવાત, હાઈટાઈડ ભરતીના મોજાથી જાન- માલને
નુકસાન થતું અટકાવવા, આગમચેતીના પગલાંરૂપે જિલ્લાના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં કોઈપણ વ્યક્તિઓની અવર- જવર
કરવા પર અને ત્યાં પશુઓને લઈ જવા પર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી બી. એન. ખેર, જામનગર દ્વારા પ્રતિબંધ જાહેર
કરવામાં આવે છે.

આગામી તા. 16 જૂનના સવારના 06:00 કલાક સુધી આ હુકમ અમલમાં રહેશે. જાહેરનામાંનો ભંગ કરનારી વ્યક્તિ ભારતીય
દંડ સંહિતા- 1860 ની કલમ- 188 મુજબ શિક્ષાને પાત્ર થશે. ઈમરજન્સી સેવાઓમાં રોકાયેલી એમ્બ્યુલન્સ, સરકારી ફરજ પર
હોય તેવા અધિકારીશ્રીઓ/ કર્મચારીશ્રીઓને અને ફાયર સર્વિસને ઉક્ત પ્રતિબંધાત્મક હુકમ લાગુ પડશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *