રાજ્યના સહકાર, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી, પ્રોટોકોલ (સ્વતંત્ર હવાલો) લઘુ સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માએ માળીયા હાટીના તાલુકાના ચોરવાડ ગામે સમુદાયના આગેવાનો સાથે બિપરજોય વાવાઝોડાના અનુસંધાને માછીમાર સમુદાયના આગેવાનો સાથે સંવાદ કર્યો હતો.
મંત્રીશ્રીએ ખારવા સમાજના ભવન ખાતે માછીમાર સમુદાયના આગેવાનોની રજૂઆતો સાંભળી હતી. સાથે જ તેમણે વાવાઝોડાની મુશ્કેલ સ્થિતિમાં ગુજરાત સરકાર અને સમગ્ર તંત્ર તેમની સાથે હોવાનું પડખે છે. વાવાઝોડા દરમિયાન આપડા ગામના લોકો કે કોઈ સ્વજન મુશ્કેલીમાં ન મુકાય તેની તકેદારી રાખેએ, સાથે જ એકબીજાને મદદરૂપ બનીએ. જ્યારે પણ સહાયતાની જરૂરિયાત લાગે ત્યારે કંટ્રોલ રૂમનો અને સ્થાનિક આગેવાનોનો સંપર્ક કરવા માટે જણાવ્યું હતું. સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા એ પણ જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી.
આ તકે ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠીયા, જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ, પ્રભારી સચિવ શ્રી મનીષ ભારદ્વાજ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિરાંત પરીખ, પ્રાંત અધિકારી શ્રી નિશાબા ચુડાસમા, ચોરવાડ ખારવા સમાજના પટેલ શ્રી હરિભાઈ સોલંકી સહિતના પદાધિકારી અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.
