Gujarat

NIAના અધિકારી હોવાની અને લુંટની ખોટી માહિતી આપવા બદલ પોલીસે ગુનો નોંધ્યો

અમદાવાદ
અમદાવાદ એરપોર્ટ પોલીસ સ્ટેશનને એક વ્યક્તિએ પોતે દ્ગૈંછના અધિકારી હોવાની ઓળખ આપીને પોતાની સાથે લૂંટ થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી. જાેથી એરપોર્ટ પોલીસે લૂંટની જગ્યા અને એરપોર્ટમાં તપાસ કરી ત્યારે તે વ્યક્તિ દ્ગૈંછનો અધિકારી ન હોવાનું તથા કોઈ લૂંટ ન થઇ હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે ખોટી ઓળખ આપનાર શખ્સ સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. આ અંગે ફરિયાદ કરતા શખ્સે પોલીસને જણાવ્યું હતું કે, અમદાવાદ એરપોર્ટ પરથી મુંબઈ જી-૨૦ મિટિંગમાં જવાનું હતું. ફ્લાઈટમાં સમય હતો જેથી ઍરપોર્ટ નજીક તાજ હોટલ બુક કરાવી હતી. એરપોર્ટની બહાર ટેક્ષીની રાહ જાેઈ રહ્યો હતો ત્યારે ટેક્ષી આવતા તેમાં બેઠ્‌યો હતો. પરંતુ ટેક્ષી ચાલકે તાજ હોટલની જગ્યાએ ઍરપોર્ટ સર્કલ ખાતે લઈ જઈને ટેક્ષી ચાલકે પત્નીને દવાખાને લઈ જવાનું કહી અન્ય લોકોની મદદથી ૩૦,૦૦૦ રોકડ, લેપટોપ, મોબાઈલ ફોન સહિત ૧,૦૫,૫૦૦ રૂપિયાની લૂંટ કરી હતી.??????? અમદાવાદ પોલીસ કંટ્રોલ રૂમને એક વ્યક્તિએ પોતાની સાથે લૂંટ થઈ હોવાનું જણાવ્યું હતું. જેથી કંટ્રોલ રૂમે એરપોર્ટ પોલીસને જાણ કરી હતી. એરપોર્ટ પોલીસે આ અંગે કંટ્રોલ રૂમને જાણ કરનાર વ્યક્તિને પૂછવામાં આવ્યું ત્યારે સામે તે વ્યક્તિએ પોતાનું નામ સુધીર કુમાર જણાવ્યું હતું અને પોતે દિલ્હીમાં દ્ગૈંછના હેડ કમેન્ડન્ટ હોવાનું જણાવ્યું હતું. આ મામલે પોલીસે ફરિયાદ કરનારને સાથે રાખીને તપાસ કરી તો એરપોર્ટ સર્કલ પર સીસીટીવી અને અન્ય તપાસમાં આવો કોઈ બનાવ ના હોવાનું સામે આવ્યું હતું. એરપોર્ટની અંદર ચેક કરતા ૩ વાગે ઈન્ડિગોનો કોઇ ફલાઇટ જ ન હોવાનું જાણવા મળ્યું હતું. જેથી ફરિયાદ કરનારની પૂછપરછ કરતા જણાવ્યું હતું કે, પોતે કોઈ જ દ્ગૈંછના અધિકારી નથી અને કોઈ લૂંટ પણ થઈ નથી અને તે વ્યક્તિનું નામ સુધીર બોરાડા છે. પોલીસે ખોટી માહિતી આપવા બદલ તે વ્યક્તિ સામે જ ગુનો નોંધ્યો હતો. પોલીસ તપાસમાં આરોપી અગાઉ તમિલનાડુમાં છેતરપિંડીના ગુનામાં પકડાયેલ હોવાનું જાણવા મળ્યું હતું.

Page-18.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *