સુરત
કેન્દ્રીય પૂર્વ નાણાંમંત્રી જયંત સિંહાએ બજેટ બાબતે સુરતમાં પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં તેમણે નાણા મંત્રાલય દ્વારા જે બજેટ રજૂ કરવામાં આવ્યો છે તેના લાભની ચર્ચા કરી હતી. બજેટને સર્વાંગી વિકાસ બજેટ તરીકે ગણાવ્યું હતું. જ્યારે પણ કોઈ પણ દેશનો વિકાસ થાય છે ત્યારે તેમાં સૌથી મહત્વની ભૂમિકા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની હોય છે. ભારતમાં અત્યારે સૌથી વધુ ધ્યાન ઇન્ફાસ્ટ્રક્ચર ઉપર આપવામાં આવી રહ્યું છે પણ સતત વધારવામાં આવી રહ્યું છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે અર્થશાસ્ત્રીઓ પણ માને છે કે જેટલો રૂપિયો ખર્ચવામાં આવ્યો છે એના કરતાં બમણા રૂપિયામાં અર્થતંત્રમાં સુધારો આવતો હોય છે પરિણામે કેન્દ્રનું જે બજેટ રજૂ થયું છે. તેમાં ઇનફ્રાસ્ટ્રક્ચર માટે દસ લાખ કરોડ જેટલો ખર્ચ કરવામાં આવ્યો છે. સુરતના સૌથી મોટા બે ઉદ્યોગ ટેક્સટાઇલ અને ડાયમંડ ઇન્ડસ્ટ્રી છે. ડાયમંડ ઇન્ડસ્ટ્રી માટે જાહેરાત કરવામાં આવી પરંતુ ટેક્સટાઇલ ઉદ્યોગ માટે કોઈ એવી મહત્વની જાહેરાત કરવામાં આવી નથી જેના કારણે ડાયમંડ ઉદ્યોગથી વિપરી સ્થિતિ ટેક્સટાઇલ ઉદ્યોગમાં જાેવા મળી રહી છે. જ્યાં ટેક્સટાઇલ ઉદ્યોગકારોમાં નિરાશાઓ વ્યાપી ગઈ છે. કેન્દ્રીય પૂર્વ નાણામંત્રી જયંત સિંહાએ જણાવ્યું કે ટેક્સટાઇલ ઉદ્યોગ માટે પણ સરકાર ખૂબ જ ગંભીર છે અને અલગ અલગ યોજનાઓ થકી ટેક્સટાઇલ ઉદ્યોગને પણ રાહત મળે તેના માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અત્યારે ઉદ્યોગોને બજેટમાં ભલે આપવામાં ન આવ્યું હોય પરંતુ આગામી દિવસોમાં ટેક્સટાઈલ ઉદ્યોગના વિકાસ માટે પૂરતા પ્રયાસ કરવામાં આવશે.


