Gujarat

હવે ડાકોર મંદિરમાં પણ ટુંકા કપડા પહેરીને નહિ જઈ શકાય

ડાકોર
ગુજરાતના દ્વારકા મંદિર બાદ હવે ડાકોર મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરીને આવવા પર પ્રતિબંધ મૂકાયો છે. ગુજરાતનું પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર મંદિર હિન્દુ ધર્મનું પ્રમુખ તીર્થઘામ છે. અહી રોજ હજારો ભક્તો ઠાકોરના ડાકોરના દર્શન કરતા હોય છે. ત્યારે હવે ડાકોર મંદિરમાં આવતા ભક્તો પર એક મોટો પ્રતિબંધ મૂકાયો છે. મંદિરમાં આવતા યાત્રિકોને ટૂંકા વસ્ત્રો સાથે પ્રવેશ પર પ્રતિબંધ મૂકાયો છે. આ સાથેનું એક બોર્ડ મંદિરની બહાર લગાવવામા આવ્યું છે. ડાકોર ટેમ્પલ કમિટીના રવીન્દ્રભાઈ ઉપાધ્યાયે જણાવ્યું કે, ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર મંદિર ટ્રસ્ટ દ્વારા લેવાયો મહત્વપૂર્ણ ર્નિણય છે. દ્વારકાધીશ મંદિર બાદ ડાકોર રણછોડ રાયજી મંદિર ટ્રસ્ટ દ્વારા પણ આ ર્નિણય લેવામાં આવ્યો છે. સ્ત્રી અને પુરુષોએ મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરીને આવવા પર મનાઈ ફરમાવવામાં આવી છે. ટૂંકા વસ્ત્રો પહેરીને આવવા પર મનાઈ ફરમાવતી નોટિસ મંદિરમાં લગાવાઇ છે. ડાકોર મંદિરમાં દર્શનાર્થે આવતા તમામ વૈષ્ણવ ભાઈઓ અને બહેનોએ ટૂંકા વસ્ત્રો પહેરીને મંદિરમાં પ્રવેશ નહીં કરવા અપીલ છે. આ પ્રકાર લખાણ વાળી નોટિસ મંદિરમાં લગાવવામાં આવી છે.

File-02-Page-19.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *