Gujarat

પીએમ મોદીના 73મા જન્મદિવસ નિમિત્તે સીએમના હસ્તે ગોતા વોર્ડમાં કરાયું વૃક્ષારોપણ

*પીએમ મોદીના 73મા જન્મદિવસ નિમિત્તે સીએમના હસ્તે ગોતા વોર્ડમાં કરાયું વૃક્ષારોપણ*

અમદાવાદ, સંજીવ રાજપૂત: શહેર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગોતા વોર્ડમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 73મા જન્મદિવસ નિમિત્તે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ધાર્મિક મંત્રોચ્ચાર સાથે વૃક્ષારોપણ કરાયું હતું.

અમદાવાદના ગોતા વોર્ડમાં સોલા ગામ તળાવ નજીક કુલ 73 વૃક્ષો રોપવામાં આવ્યાં હતાં. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે AMC દ્વારા સમગ્ર અમદાવાદમાં કુલ 1,01,000 વૃક્ષો રોપવામાં આવશે.

આ કાર્યક્રમમાં અમદાવાદના મેયર પ્રતિભા જૈન, ડેપ્યૂટી મેયર જતીન પટેલ, અમદાવાદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર એમ.થેન્નારસન, શાસક પક્ષ નેતા ગૌરાંગ પ્રજાપતિ તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ અને અધિકારીઓ સહિત સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા.

IMG-20230917-WA0079.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *