Gujarat

વિશ્વ યોગ દિવસ નિમિત્તે પ્રધાનમંત્રીશ્રી અને મુખ્યમંત્રીશ્રી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પ્રેરક સંદેશ આપશે  

૯માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના એથ્લેટિક ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવશે. સવારે ૫.૪૫ કલાકેથી પ્રારંભ થનાર આ ઉજવણીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વિશ્વ યોગ દિવસ નિમિત્તે પ્રેરક સંદેશ આપશે

     જિલ્લા કક્ષાના આ કાર્યક્રમમાં નગરજનો, વિદ્યાર્થીઓ અને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ પણ સહભાગી થશે. જેમાં પ્રાર્થના, ચાલન ક્રિયા, ૨૦ આસનો, ઉપરાંત કપાલભાતિ, પ્રાણાયામ,અનુલોમ વિલોમ શીતલી, ભ્રામરી, ધ્યાન સંકલ્પ અને શાંતિપાઠને યોગાભ્યાસમાં આવરી લેવામાં આવશે.

   આ જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી શાંતાબેન દિનેશભાઈ  ખટારીયા ઉપસ્થિત રહેશે. ઉપરાંત

 કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવાસિયા સહિતના મહાનુભાવો સહભાગી થશે.

    જિલ્લાના આઇકોનિક સ્થળ એવા ગિરનાર હિલ, દામોદર કુંડ, બહાઉદ્દીન કોલેજ અને વિલિંગ્ડન ડેમ ખાતે પણ વિશેષ યોગ કાર્યક્રમ યોજવામાં આવશે. ઉપરાંત જૂનાગઢ મહાનગરપાલિકાનો વિશ્વ યોગ દિવસનો મુખ્ય કાર્યક્રમ ખામધ્રોળ રોડ પરની ક્રિષ્ના બોર્ડિંગ સ્કૂલ ખાતે યોજવામાં આવશે. તેમ જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી ગૌરાંગ નરેએ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *