નવી શિક્ષણ નીતિ-૨૦૨૦ અનુસાર આંગણવાડી કેન્દ્રના બાંધકામ માટે ૧૨ લાખનું બજેટ નક્કી કરવામાં આવેલ છે, અહી બાળકોને પોષણક્ષમ આહાર અને પ્રી-સ્કુલ શિક્ષણ આપવામાં આવે છે. જેથી આવતીકાલના નાગરિકો વિશ્વ ફલક પર સ્પર્ધા કરી શકે. પ્રસ્તુત તસ્વીરમાં એક યશોદા બાળકોને પ્રવુતિ કરાવે છે. છોટાઉદેપુર જીલ્લાના બાળકોને ચિત્રાત્મક વર્ગખંડ, પોષ્ટિક ખોરાક અને પ્રેમાળ અને યશોદા જેવા કાર્યકર બહેનોની હુંફ મળે છે. એન.ઈ.પી.-૨૦૨૦ પ્રમાણે દરેક આંગણવાડીને મુખ્ય શિક્ષણ પ્રવાહમાં સમાવવાની યોજના છે. અને શાળા સંકુલમાં સમાવવાની વાત છે. આપણે ઈચ્છીએ કે અહીથી નીકળી દરેક બાળક ઉતરોતર પ્રગતિ કરે અને ભારત વિશ્વ ગુરુ બને.
ફોટો-સ્ટોરી:- : મનીષ એન બ્રહ્મભટ્, છોટાઉદેપુર
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


