Gujarat

પાકિસ્તાનના દિગ્ગજ ક્રિકેટરનું અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ સાથે ખાસ કનેક્શન

દાઉદનું પાકિસ્તાન ક્રિકેટ ટીમના દિગ્ગજ ક્રિકેટર સાથે કનેક્શન છે. આ ક્રિકેટરના પુત્રના દાઉદની પુત્રી સાથે લગ્ન થયા છે અને જ્યારે આ લગ્ન થયા ત્યારે સરહદની બંને બાજુએ ભારે હોબાળો મચી ગયો હતો. જણાવીએ કે આ પાકિસ્તાની ક્રિકેટર જેને બેટિંગ લેજન્ડ પણ કહી શકાય એવા ક્રિકેટર જાવેદ મિયાંદાદ છે. મિયાંદાદ ૨૦૦૫માં ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી દાઉદ ઈબ્રાહિમનો નજીકનો સંબંધી બન્યો, કારણ કે તેના પુત્રએ અંડરવર્લ્ડ ડોનની પુત્રી સાથે લગ્ન કર્યા હતા. જાવેદ મિયાંદાદ પાકિસ્તાનના ક્રિકેટ ઈતિહાસના સૌથી બેસ્ટ બેટ્‌સમેનોમાં એક છે..

પાકિસ્તાની ક્રિકેટર જાવેદ મિયાંદાદે પાકિસ્તાન તરફથી ૧૨૪ ટેસ્ટ, ૨૩૩ વનડે અને ૪૦૨ ફર્સ્ટ ક્લાસ મેચ રમી હતી. મિયાંદાદે ટેસ્ટમાં ૮૮૩૨ અને વનડેમાં ૭૩૮૧ રન બનાવ્યા હતા. અહેવાલો મુજબ, જાવેદ મિયાંદાદના પુત્ર જાવેદે ૫ ઓગસ્ટ ૨૦૦૫ના રોજ કરાચીમાં માહરૂખ સાથે લગ્ન કર્યા હતા. ત્યારબાદ લગ્નનું રિસેપ્શન પણ રાખવામાં આવ્યું હતું જેમાં દાઉદ હાજર રહ્યો હોવાની અફવાઓ સામે આવી હતી. પાકિસ્તાની ક્રિકેટરે ભારતીય મીડિયા પર તેના પુત્ર જુનૈદના દાઉદની પુત્રી માહરૂખ સાથેના લગ્નને લઈને પાયાવિહોણી વાતો છાપવાનો આરોપ લગાવ્યો હતો.

File-01-Page-20.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *