ગાંધીનગર
હવામાન વિભાગની આગાહીને પગલે અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદી માહોલ છવાયો છે. અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. શહેરના આનંદનગર ,પ્રહલાદનગર ,ગોતા ,બોપલ, એસ જી હાઈવે, સેટેલાઈટ, નિકોલ ,નારોલ,વેજલપુર ,માનસી સર્કલ,બોડકદેવમા પવન સાથે વરસાદ પડી રહ્યો છે. વરસાદના કારણે વિઝિબિલિટી ઓછી થઈ છે. જેના કારણે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો બીજી તરફ પાટનગર ગાંધીનગરમાં પણ ભારે વરસાદ શરૂ થયો છે. સેકટર ૧,૨ સહિતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. ગાંધીનગર સરખેજ હાઇવે પર વરસાદી માહોલ છવાયો છે. વરસાદના પગલે વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે.


