સોના-ચાંદીના વાયદામાં એકંદરે નરમાઈનો માહોલઃ કોટન-ખાંડીમાં મિશ્ર વલણઃ મેન્થા તેલ ઢીલુઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.6,582 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.23,223 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદો 16269ના સ્તરે
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.29,817.15 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.6,582.06 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.23,223.92 કરોડનો હતો. દરમિયાન, 19 ડિસેમ્બરના રોજ નેચરલ ગેસના ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.29,619 કરોડનું રેકોર્ડ કામકાજ નોંધાયું હતું.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.62,533ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.62,610 અને નીચામાં રૂ.62,311ના મથાળે અથડાઈ, પ્રથમ સત્રનાં અંતે રૂ.42 ઘટી રૂ.62,434ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે સોનાનો એપ્રિલ વાયદો રૂ.62,884 ખૂલી, ઉપરમાં રૂ.62,950 અને નીચામાં રૂ.62,702 બોલાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.77 ઘટી રૂ.62,825ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-ગિની ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.62ના ઘટાડા સાથે રૂ.50,184 અને ગોલ્ડ-પેટલ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.15ના ઘટાડા સાથે રૂ.6,106ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જાન્યુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.41ના ભાવઘટાડા સાથે રૂ.62,170ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.74,951ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.75,075 અને નીચામાં રૂ.74,611ના મથાળે અથડાઈ, પ્રથમ સત્રનાં અંતે રૂ.97 ઘટી રૂ.74,727ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ચાંદીનો મે વાયદો રૂ.83 ઘટી રૂ.75,779 બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.86 ઘટી રૂ.74,718 અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.89 ઘટી રૂ.74,710 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે તાંબુ ડિસેમ્બર વાયદો રૂ.727.10ના ભાવે ખૂલી, રૂ.1.50 ઘટી રૂ.725.20, જ્યારે એલ્યુમિનિયમ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.1.30 ઘટી રૂ.202.80 તેમ જ સીસું ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.15 વધી રૂ.183.20ના ભાવ થયા હતા. જસત ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.50 વધી રૂ.226.60ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ રૂ.1.30 ઘટી રૂ.202.80, સીસુ-મિની ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.05 વધી રૂ.183.30, જસત-મિની ડિસેમ્બર વાયદો રૂ.0.60 વધી રૂ.226.50 થયો હતો.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર ક્રૂડ તેલ જાન્યુઆરી વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.6,167ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,259 અને નીચામાં રૂ.6,160ના મથાળે અથડાઈ, પ્રથમ સત્રનાં અંતે રૂ.81 વધી રૂ.6,248 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની જાન્યુઆરી વાયદો રૂ.84 વધી રૂ.6,257 થયો હતો. નેચરલ ગેસ ડિસેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.212.20ના ભાવે ખૂલી, પ્રથમ સત્રનાં અંતે રૂ.2.10 વધી રૂ.209.40 અને નેચરલ ગેસ-મિની ડિસેમ્બર વાયદો રૂ.1.90 વધી રૂ.209.20 થયો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે કોટન ખાંડી જાન્યુઆરી વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.55,700ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.55,980 અને નીચામાં રૂ.55,700ના મથાળે અથડાઈ, પ્રથમ સત્રનાં અંતે રૂ.100 વધી રૂ.55,980ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલનો ડિસેમ્બર વાયદો કિલોદીઠ રૂ.0.30 ઘટી રૂ.916 બોલાયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર પ્રથમ સત્ર સુધીમાં કીમતી ધાતુઓમાં સોનાના વાયદાઓમાં રૂ.1,494.99 કરોડનાં 2,391 લોટ્સ, ગોલ્ડ-ગિનીમાં રૂ.2.77 કરોડનાં 540 લોટ્સ, ગોલ્ડ-પેટલમાં રૂ.5.97 કરોડનાં 9,705 લોટ્સ, સોનું-મિનીમાં રૂ.269.54 કરોડનાં 4,326 લોટ્સ અને ચાદીના વાયદાઓમાં રૂ.821.99 કરોડનાં 3,658 લોટ્સ, ચાંદી-મિનીમાં રૂ.450.78 કરોડનાં 12,034 લોટ્સ અને ચાંદી-માઈક્રોમાં રૂ.312.34 કરોડનાં 41,702 લોટ્સના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં રૂ.404.59 કરોડનાં 6,503 લોટ્સ અને ક્રૂડ તેલ-મિનીમાં રૂ.57.99 કરોડનાં 9,308 લોટ્સ તથા નેચરલ ગેસના વાયદાઓમાં રૂ.1,354.97 કરોડનાં 51,968 લોટ્સ અને નેચરલ ગેસ-મિનીમાં રૂ.120.22 કરોડનાં 23,226 લોટ્સનાં કામ થયાં હતાં. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.6.48 કરોડનાં 24 લોટ્સ અને મેન્થા તેલના વાયદાઓમાં રૂ.16.50 કરોડનાં 496 લોટ્સનાં કામકાજ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે સોનાના વાયદાઓમાં 17,151 લોટ્સ, ગોલ્ડ-ગિનીમાં 3,420 લોટ્સ, ગોલ્ડ-પેટલમાં 47,891 લોટ્સ, સોનું-મિનીમાં 19,556 લોટ્સ અને ચાંદીના વાયદાઓમાં 15,548 લોટ્સ, ચાંદી-મિનીમાં 36,793 લોટ્સ, એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 13,351 લોટ્સ, ક્રૂડ તેલ-મિનીમાં 16,027 લોટ્સ તથા નેચરલ ગેસના વાયદાઓમાં 53,222 લોટ્સ, નેચરલ ગેસ-મિનીમાં 36,781 લોટ્સ, કૃષિ કોમોડિટીઝમાં કોટન-ખાંડી વાયદામાં 199 લોટ્સ અને મેન્થા તેલના વાયદાઓમાં 1,351 લોટ્સના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર પ્રથમ સત્ર સુધીમાં બુલડેક્સ વાયદાઓમાં રૂ.11.49 કરોડનાં 114 લોટનાં કામકાજ થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ બુલડેક્સ વાયદામાં 244 લોટના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ ડિસેમ્બર વાયદો 16,324 પોઈન્ટ ખૂલી, ઉપરમાં 16,324 અને નીચામાં 16,254 બોલાઈ, 30 પોઈન્ટ ઘટી 16,269 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં સોનું જાન્યુઆરી રૂ.63,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.684ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.690.50 અને નીચામાં રૂ.588ના મથાળે અથડાઈ, પ્રથમ સત્રનાં અંતે રૂ.56 ઘટી રૂ.625.50 બોલાઈ રહ્યો હતો, આ કોન્ટ્રેક્ટમાં રૂ.182.68 કરોડનાં 287 લોટ્સનાં કામકાજ સાથે ઓપન ઈન્ટરેસ્ટ 440 લોટ્સના સ્તરે રહ્યો હતો. આ સામે સોનું જાન્યુઆરી રૂ.62,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.590ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.700 અને નીચામાં રૂ.567.50ના મથાળે અથડાઈ, પ્રથમ સત્રનાં અંતે રૂ.56.50 વધી રૂ.675 બોલાઈ રહ્યો હતો, આ કોન્ટ્રેક્ટમાં રૂ.209.79 કરોડનાં 335 લોટ્સનાં કામકાજ સાથે ઓપન ઈન્ટરેસ્ટ 514 લોટ્સના સ્તરે રહ્યો હતો.
ચાંદી ફેબ્રુઆરી રૂ.75,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.2,310ના ભાવે ખૂલી, પ્રથમ સત્રનાં અંતે રૂ.61 ઘટી રૂ.2,183 થયો હતો. આ કોન્ટ્રેક્ટમાં રૂ.48.67 કરોડનાં 210 લોટ્સનાં કામકાજ સાથે ઓપન ઈન્ટરેસ્ટ 643 લોટ્સના સ્તરે હતો. આ સામે ચાંદી ફેબ્રુઆરી રૂ.73,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,400ના ભાવે ખૂલી, રૂ.35.50 વધી રૂ.1,500 થયો હતો. આ કોન્ટ્રેક્ટમાં રૂ.33.06 કરોડનાં 148 લોટ્સનાં કામકાજ સાથે ઓપન ઈન્ટરેસ્ટ 246 લોટ્સના સ્તરે હતો.
ક્રૂડ તેલ જાન્યુઆરી રૂ.6,200 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.226ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.274.20 અને નીચામાં રૂ.223.80ના મથાળે અથડાઈ, પ્રથમ સત્રનાં અંતે રૂ.41.80 વધી રૂ.268.10 થયો હતો, જ્યારે ક્રૂડ તેલ જાન્યુઆરી રૂ.6,200 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.260ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.271.50 અને નીચામાં રૂ.219.50ના મથાળે અથડાઈ, પ્રથમ સત્રનાં અંતે રૂ.37 ઘટી રૂ.225 થયો હતો.

